મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્ર અને જમ્મુ કાશ્મીરની સરકાર સાથે સતત સંપર્કમાં છે
અમરના યાત્રિકો પરના હુમલાને માનવતા પરનો ક્રુર અને ઘાતકી હુમલો છે. બાબા બર્ફાની ભોલેનાના નિર્દોષ યાત્રાળુ પરનો આ આતંકી હુમલોએ રાક્ષસી કૃત્ય છે. અમરના યાત્રિકો જે શહીદ યાં છે તેમ ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું.
અમરના યાત્રા પર જનાર વ્યક્તિ પોતાના સંકલ્પો, કલ્યાણ ઉપરાંત દરેક જીવનું શિવ કલ્યાણ કરે તેવી વિશ્વકલ્યાણની ભાવના સો યાત્રા કરતો હોય છે. તેવાં સંજોગોમાં કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે. તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આતંકવાદીઓ આવા કાયરતાપૂર્વકના હુમલાી યાત્રિકોનાં મનોબળ, શ્રદ્ધાબળ, ભક્તિબળ, અને રાષ્ટ્રબળને કયારેય ડરાવી નહીં શકે તેમ પંડયાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સતત કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરની સરકાર સો સંપર્કમાં રહીને સતત દેખરેખ રાખી રહ્યાં છે. જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સો વાત કરી હતી. અમિતભાઈ શાહે જમ્મુ કાશ્મીરના ભાજપના કાર્યકર્તાઓને યાત્રિકોની મદદમાં ખડેપગે ઊભા રહેવાની સૂચના આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર ઘટનાની જાણ તાં જ તાત્કાલિક તેઓશ્રીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને ગર્વનર સો વાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના શહીદ અમરના યાત્રિકોનાં ર્પાવિદેહને તેમજ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એરફોર્સના વિમાન દ્વારા સુરત લાવવાની વ્યવસ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરના યાત્રિકોની સુરક્ષા માટે વધુ બંદોબસ્ત કરવાની સૂચના લશ્કરના ઉચ્ચ અધિકારીઓને આપી હતી અને ગૃહમંત્રી,રક્ષામંત્રી તેમજ ગૃપ્તચર એજન્સીઓ અને લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સો વાતચીત કરીને ઘટનાક્રમી માહિતગાર ઈને તાત્કાલિક આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. લશ્કરે ઘટના પછી તુરંત જ આતંકીઓને પકડવાની ગતિવિધી તેજ કરી દીધી છે. મોદીજીની સૂચનાી લશ્કરે જે રીતે ઉરીની ઘટના સામે સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તે જ રીતે અમરના યાત્રિકો પરનાં હુમલાખોર આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળશે. તેવો વિશ્વાસ ગુજરાત-દેશની જનતાને છે. અમરના યાત્રિકોની શહીદી એળે નહીં જાય તેવો વિશ્વાસ પંડયાએ વ્યકત કર્યો હતો.