જો કે પાક સરકારની તેમાં કોઈ જ ભૂમિકા ન હોવાની પણ સ્પષ્ટતા કરી
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મહમદ અલી દુરાનીએ જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલો હુમલો પાકિસ્તાનના એક ત્રાસવાદી સંગઠને કર્યો હતો. ૧૯મી એશિયાઈ સુરક્ષા કોન્ફરન્સમાં ભાગ લેતા દુરાનીએ કહ્યું હતુ કે ૨૬/૧૧ના રોજ મુંબઈ પર થયેલો હુમલો સીમાપારનાં ત્રાસવાદી હુમલાનું ઉદાહરણ છે. તેમણે અમે પણ કહ્યું કે હાફીઝ સઈદની કોઈ ઉપયોગીતા નથી તેના વિ‚ધ્ધ કાર્યવાહી થવી જોઈએ દુરાનીએ એ સ્પષ્ટતા પણ કરી કે પાક સરકારની તેમાં કોઈ જ ભૂમિકા ન હતી. દૂરાનીના ભાષણ વખતે ભારતના સુરક્ષા મંત્રી મનોહર પારીકર પણ હાજર હતા આ તકે અફઘાન પાક સીમાડે રહેલી ત્રાસવાદી છાવણીઓ મુદે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાને હાફિઝ સઈદને નજર કેદ કરેલો છે. તેના સંગઠન જમાત ઉદ દાવાના અન્ય ૪ નેતા પણ નજર કેદ છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલા પછી પણ હાફિઝને નજર કેદ કરવામાં આવ્યો હતો.