પિતાને તેના પુત્રએ બાઇકને ઠોકરે ચડાવ્યા અને ભત્રીજાએ કુહાડી ઝીંકી દઇ ધમકી આપી
માંગરોળના ગોરેજ ગામે રહેતા એક આધેડે ચોરી અને દારૂ વેચવાની ટેવ વાળા દીકરા અને ભત્રીજાને જામીન પડી છોડાવવાની ના પાડતા વિફરેલા દીકરા અને ભત્રીજાએ આધેડ પર પાઇપ વડે હુમલો કરી ટાટીયા ભાંગી નાખી હાથમાં ફેક્ચર કરી નાખ્યુ હતું.
માંગરોળના ગોરેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા હેમંતભાઇ વિરાભાઇ બડવા (ઉ.વ.૫૨) ના દીકરા ક્રિરીપાલભાઈ તથા ભત્રીજા નીરવભાઇ નવનીતભાઇ ચુડાસમા બંને ચોરી કરવાની ટેવ વાળો તથા દારુ વેચવાની ટેવ વાળો હોય જેથી તેમને હેમંતભાઈએ ઠપકો આપેલ અને કહેલ કે, હવે તમને કોઇ કેસોમાં જામીન નય અપાવુ કે નય છોડાવુ, તેનુ મનદુખ રાખી હેમંતભાઈ ના દિકરાા અને ભત્રીજાએ હેમંત ભાઇને માર મારવાના ઇરાદે મો.સા. પાછળ પોતાનું મો.સા. ટકરાવી, કુહાડી તથા લોખંડના પાઇપ વડે હેમંત ભાઇને બંને પગમાં માર મારી, બંને પગ ભાંગી નાખી તથા ડાબા હાથમાં માર મારી ફેક્ચર કરી તથા પાંસળીના ભાગે માર મારી તેમજ મારી નાખવાની ધમકી આપી હોવાની હેમંતભાઇ વિરાભાઇ બડવા એ માંગરોળ પોલીસમાં તેના પુત્રને ભત્રીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.