- પાડોશી દંપત્તિ સહિત ત્રણ સામે ફરિયાદ: જામનગર તાલુકાના મેડી ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ પર એઠવાડનો કચરો નાખવાના પ્રશ્ને હુમલો
જામનગર તાલુકા ના સિક્કા ગામમાં તેમજ મેડી ગામમાં મારામારીના બે બનાવ બન્યા છે. સિક્કામાં રહેતા રબારી બંધુઓ પર પાણી ઉડાળવાના પ્રશ્ને પાડોશી દંપત્તિ સહિત ત્રણ સામે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે મેડી ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ પર એઠવાડ નો કચરો નાખવાના પ્રશ્ને હુમલો કરાયો છે. જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપરી વિસ્તારમાં રહેતા કરસનભાઈ સોમાભાઈ વાઘેલા નામના 28 વર્ષના રબારી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા નવલસિંહ તેમજ તેના પત્ની રંજનબા નવલસિંહ, અને પુત્ર અનિરુદ્ધસિંહ નવલસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન પોતાના ઘરની દિવાલ પર પાણી છાંટતો હતો, દરમિયાન પાણીના છાંટા પાડોશી ના રસોડા ઉપર પાણી ના છાંટા પડતાં પાડોશી દંપત્તિ વગેરે ઉસકેરાયા હતા, અને બંને ભાઈઓ પર હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
હુમલા નો બીજો બનાવ જામનગર તાલુકાના મેડી ગામમાં બન્યો હતો. ત્યાં રહેતા મધુભાઈ દેવાભાઈ ચાડસણીયા નામના 70 વર્ષના પટેલ જ્ઞાતિના બુઝુર્ગ કે જઓએ પોતાના ઉપર હુમલો કરવા અંગે ધરમશીભાઈ ચાડસણીયા સામે ફરિયાદ નોંધાવી છે. એંઠવાડ નો કચરો ફેંકવાના પ્રશ્ને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.