જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તલવાર ઝીંકી: છ શખ્સો સામે નોંધાતો ગુનો
અબતક, રાજકોટ
ગોંડલ શહેરના ગંજીવાડા રોડ પર હાજી મુસાબાવાની દરગાહ પાસે કુતરાના પ્રશ્ર્ને ત્રણ વેપારી ઉપર ધોકા અને તલવાર વડે છ શખ્સોએ હુમલો કર્યાની સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સ્ટાફે ગણતરીના કલાકોમાં હુમલાખોરોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર રોડ પર પુનિતનગર મેઇન રોડ રહેતા દેવાંગભાઇ રમણીકભાઇ પરમાર નામના યુવાન અને તેના ભાઇ સહીત ત્રણ પર ગંજીવાડામાં રહેતો રફીક ઉર્ફે લીશીયા સુલતાન, મોશીન ઉર્ફે ભોલો સલીમ, અપ્પુ ફિરોજ સિપાઇ, હૈદર હુશેન, અલી જુસબ અને ઇકબાલ ગુલાબ સહિત છ શખ્સોએ તલવાર અને ધોકા વડે મારમારી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ નોંધાવી છે.પ્રાથમિક તપસામાં દેવાંગભાઇ પરમાર નામના યુવાનનું બે દિવસ પહેલા કુતરુ ખોવાય ગયું હતું.
અને ગંજીવાડા વિસ્તારમાંથી મળી આવતા તે મામલે દેવાંગ પરમાર અને રફીક ઉર્ફે લીશીયા સાથે થયેલી બોલાચાલીમાં રફીકે ઉર્ફ લીશીયા સહીત છ શખ્સોએ દેવાંગ પરમાર અને તેના ભાઇ સહીત ત્રણ પર હુમલો કર્યાનું ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં તમામની ધરપકડ કરી વધુ તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવળ સહિતના સ્ટાફ ચલાવી
રહ્યા છે.