અવાર નવાર પોલીસમાં અરજી કરવા છતા પોલીસ આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ
શહેરના ભાગોળે આવેલા ત્રંબાના વડાળી ગામે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ પાઇપ વડે પરિવાર પર હુમલો કરતા માતા અને બે પુત્રો ઘવાયા હતા. અવાર નવાર પોલીસમાં અરજી કરવા છતાં પણ કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા પોલીસ આરોપીઓએ છાવરતા હોવાનો આક્ષેપ પણ કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ત્રંબાના વડાલી ગામે રહેતા અરવિંદભાઇ કેશાભાઇ મુછળીયા (ઉ.વ.3પ) તેના ભાઇ રામજીભાઇ મુછળીયા (ઉ.વ.3ર) અને માતા ચંપાબેન મુછળીયા (ઉ.વ.પ0) પર તેના જ ગામના ધીમજી કાનજી અને લાલજીએ પાઇપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
જે બાબતે ભોગ બનનાર પરિવારે જણાવ્યું હતું કે આ ત્રણેય લુખ્ખા તત્વો બેફામ ત્રાસ ગુજારાતા હોય જે બાબતે અનેકવાર પોલીસમાં અરજી પણ કરી હોય, છતાં પોલીસ આરોપીઓને છાવરતી હોવાના પણ આક્ષેપ કર્યા છે. ગઇકાલે ધનજી, લાલજી અને કાનજી અરવિંદભાઇના ઘર પાસે ગાળો બોલતા હતા જે બાબતે ના પાડવા જતા ઉશ્કેરાયેલા શખ્સો પાઇપ વડે તૂટી પડયા હતા.