મોડી રાતે બુકાનીધારી ઈસમો દ્વારા કાર ના કાચ ફોડી ઘોકા વડે માર મારતા સમગ્ર પંથકમા મચી ચકચાર: હુમલાખોરોને ઝડપી લેવા દોડધામ
અબતક, ચેતન વ્યાસ,રાજુલા
જાફરાબાદ નજીક હિંડોરણા ચોકડી પાસે જેટીના પેટા કોન્ટ્રાકટર કંપનીના વાઇસ પેસીડેન્ટ પર હુમલાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે નાશી ગયેલા હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા ભાકોદર ગામ નજીક કરોડોના ખર્ચ એ સ્વાન એનર્જી કંપની દ્વારા દરિયાઈ જેટી બની રહી છે ત્યારે આ જેટી મા ધરતી નામની કંપની આ પ્રોજેકમાં કામ કરી રહી છે ત્યારે મોડી રાતે ધરતી કંપનીના વાઇસ પ્રેસીડન્ટ કરણા ધનજય રેડી,અસનેય મૂર્તિ, સહિત કાર ડ્રાયવર સાથે કાર લઈ ભાકોદર ગામ થી રાજુલા તરફ આવતા હતા તે દરમ્યાન મોડી સાંજે હિંડોરણા ચોકડી ઉપર ટ્રાફિકના કારણે કાર ઉભી રહેતા બાઇક લઈ અજાણીયા ઇસનો જે મોઢે બાંધી આવ્યા જેથી ઓળખ ન થાય તે માટે બુકાનીધારી બની અજાણીયા ઈસમો દ્વારા કારને ઘોકા વડે કાચ ફોડી હુમલો કર્યો જેમા ધરતી કંપનીના વાઇસ ચેરમેન કરણા ધનજય રેડી નામના ઓફિસર ઉપર ઘોકા વડે માર મારી હુમલો કરતા આ પરપ્રાંતી ઓફિસરને માથાના ભાગે ગંભીર ઇજા ઓ થતા રાજુલા હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા અને ઘટનાની ગંભીરતા દાખવી રાજુલા પોલીસ,અમરેલી જઙની ટીમ કઈઇ,જઘૠ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હોસ્પિટલમાં દોડી આવ્યો વિવિધ પોલીસ ની ટીમો આરોપીની શોધખોળ અને ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે
પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલાની ઘટના ને લઈ અન્ય પરપ્રાંતી ઓફિસરો પણ હોસ્પિટલમા દોડી આવ્યા હતા સાથે સ્થાનીક કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા
હુમલાની ઘટનાથી કોસ્ટલ બેલ્ટમા ફફડાટ
રાજુલા જાફરાબાદ મોટો ઇન્ડસ્ટ્રીઝ જોન છે અહીં પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની,સ્વાન એનર્જી,સિંટેક્ષ કંપની,રીલાન્સ નેવલ શિપયાડ,ટીટી કંપની,જી.એસ.સેલ,નર્મદા સીમેન્ટ કંપની સહિત અનેક નાની મોટી કંપની ઓ દરિયા કાંઠે ધમધમી રહી છે મોટા પ્રમાણમા દેશ વિદેશ અને અન્ય રાજ્યના પરપ્રાંતી માણસો ઓફિસરો કામ કરી રહ્યા છે ત્યારે ભૂતકાળમા પણ ધંધાકીય હરીફાઈ અને કોન્ટ્રાકટ બાબતે અનેક વખત પરપ્રાંતી કર્મચારી અને ઓફિસરો પર હુમલા થઈ ચૂક્યા છે ત્યારે મોડી રાતે હુમલોની ઘટનાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી પંથકમા ફફડાટ વ્યાપી ગયો છે
હુમલા ખોરો દ્વારા પ્લાનિંગ પૂર્વક ગુન્હાને અંજામ આપ્યો ?
હુમલાખોરો દ્વારા પ્લાનીંગ પૂર્વક હુમલો કરાયાની પોલીસને આશંકા જય રહી છે જ્યારે ઘટના બની ત્યારે કાર ઉભી રહી ત્યારે પાછળથી બાઇક મૂકી અજાણીયા ઈસમો દ્વારા મો પર બુકાની બાંધી પ્રથમ ગાડીનો કાચ ફોડયા અન ત્યાર બાદ ગણતરીની મિનિટોમા જ માર મારી આરોપી નાસી છૂટ્યા હતા જેના કારણે પોલીસ દ્વારા ટેક્નિકલ રીતે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે