સુરતમાં રોજ બરોજ ક્રાઈમની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત લીંબાયત વિસ્તારમાં તોડફોડની ઘટના સામે આવી છે જ્યાં અસામાજિક તત્વો દ્વારા લેક્ટ્રિકની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ દુકાનદારને માર મારવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે જ્યાં ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્ત્વો ઘૂસી આવ્યા અને દુકાનદાર પર હુમલો કર્યો હતો.

Screenshot 1 9

કેમેરાના સ્ટેન્ડ વડે માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. ત્રણ જેટલાં અસામાજિક તત્ત્વો દુકાનમાં આવ્યા હતા અને દુકાનદારને માર માર્યો હતો.

દુકાનમાં તોડફોડ કર્યા બાદ દુકાનમાં રહેલું ટીવી પણ તોડી નાખવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. દુકાન માલિકને કેમેરાના સ્ટેન્ડ વડે માર મારતા આંખની નીચેના ભાગમાં ઇજા પણ થઈ હતી. દુકાનદારે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.