ગાડી ચેક કરવાના મામલે માથાકુટ થતાં પિતા-પુત્ર સહિત આઠ શખ્સો પોલીસમેન પર તુટી પડયા
ઉપલેાટ પોલીસ મથકના કોન્સ્ટેબલ પોતાની ફરજ પર હતા ત્યારે ગાડી ચેક કરવાના મામલે માથાકુટ થતા પિતા-પુત્ર સતત આઠ શખ્સોએ પોલીસને માર મારતા આઠ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ કેસની તપાસ ડી.વાય.એસ.પી. મેહતાને સોંપાઇ છે.
પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉપલેટા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ રમેશભાઇ દાફડા રહે ઉપલેટા વાળા ગત સાંજે પોતાની ફરજ પર હતા ત્યારે ઇગ્લીશ દારુની બાતમીને આધારે વેગન આર કાર જીજે ૧૬ એજે ૩૭૯૮ ને રોકીને તપાસ કરતા શાદનભાઇ ઉર્ફે શાનુડો સલીમ હિગોરાતુ કેમ મારી ગાડી ચેક કરશે તેમ કહીને ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી સાનુડાએ તેના પિતા સલીમ ઓસમાણ હિગોરા, શાનુડાનો ભાઇ સોયલ સલીમ હિગોરા તેમજ પાંચ અજાણ્યા શખ્સો મળી કોન્સ્ટેબલ જયેશભાઇ દાફડાને માર મારી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારા નાખવાના ધમકી આપેલ હતી. આ અંગે ઉપલેટા પોલીસે ધવાયેલ પોલીસ મેન જયેશભાઇની ફરીયાદીના આધારે કલમ ૩૩૨, ૨૯૪ (૬) ૫૦૬(ર), ૩૨૩, ૧૧૪ સહીત વિવિધ કલમો લગાડી ભાગી ગયેલા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ હતા. આ અંગેની તપાસ ડીવાયએસપી મેહતા ચલાવી રહ્યા છે.