કૌટુંબિક ત્રણ શખ્સોએ માર મારી પથ્થરથી ફટકાર્યા અંગેનો ગુનો નોંધાયો
રાજકોટના આણંદપર બાધી ગામે જમીનના દસ્તાવેજની તકરાર મુદ્દે દેવીપુજક આધેડને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પથ્થરની ફટકાર્યા અંગેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ આણંદપર બાંધી ગામે રહેતા ખેતીકામ કરતા દિનેશ શીવા સોલંકી (ઉ.વ.૪૨) ને તેના કૌટુંમ્બિક દિલુ દેવા સોલંકી, રાસીંગ દિલુ સોલંકી, ઝવેર દિલુ સોલંકી, વિક્રમ દેવા સોલંકી (રહે. આણંદપર બાધી) એ જમીનના દસ્તાવેજ મુદ્દેનો ખાર રાખી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. જયારે આરોપી દિલુ દેવા સોલંકીએ ઉશ્કેરાટમાં દેવીપુજક આધેડને માથાના ભાગે પથ્થર ઘા ફટકારી ઇજા કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલા આધેડે સીવીલ હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી હતી. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે. રાઠોડે દિનેશ સોલંકીની ફરીયાદ પરથી કૌટુમ્બીક ત્રણ શખ્સો સામે મારા મારી ધમકી આપ્યા અંગેની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.