- રાજસ્થાનની કંપનીએ રકમ ન ચુકવતા ફાર્મહાઉસમાં ગોંઘી રાખી બે અજાણ્યા સહિત આઠ શખ્સોને આચર્યું કૃત્ય
જેતપુરથી પોરબંદર સુધી ટોલ પ્લાઝા માટે નેશનલ હાઇવે ઓથોરીટીએ આપેલા મુખ્ય કોન્ટ્રાક્ટરે માત્ર રૂટીન મેઇન્ટેન્સ માટે રાજસ્થાનની કંપનીને કોન્ટ્રાક્ટ બાદ રાજસ્થાનની કંપનીએ ઉપલેટાનાં સ્થાનિક માણસોને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો પણ રાજસ્થાનની કંપનીએ ઉપલેટાના જેઓએ કોન્ટ્રાક્ટ સંભાળ્યો હતો. તેઓને વેતન અને પૈસા ન આપતા ગિન્નાયેલા માથાભારે શખ્સોએ ટોલ પ્લાઝાના મૂળ કોન્ટ્રાક્ટરના કરોડોના વાહનોની લુંટ ચલાવી તેમજ ઉપલેટા પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત સાત લોકોની ટોળકીએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
ઉપલેટાના જુની સર્વોદય પ્રાથમિક શાળામાં રહેતા અજયસિંહ અમરસિંહ ઠાકોરએ ઉપલેટા પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું કે હું નેશનલ હાઇવે-27માં પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરૂં છું. અમારી સેફ વએ ક્ધસેસન કંપનીએ અશોક ઇન્ફાટેક રોડ રૂટીન મેન્ટેન્સન્સનું કામ આપેલું હતું. મર્મરાજ ગુર્જર તેના રિપ્રેઝેટીવ હોય અને તેઓએ કામ ઉપલેટાના જાણીતા લોકોને આપેલું હતું. જેનું બિલ કઠાવવા અમારી કંપનીના 12 વાહનો જે અશોક કંપનીના રૂટીન મેઇન્ટેન્સન્સ માટે આપેલ હતા. તે કેમ્પમાંથી બહાર આવવા ન હતા દેતા અને ફોન કરી બોલાવીને મર્મરાજ ગુર્જર જગુભાઇ સુવા, ભાવેશભાઇ સુવા, રાજનભાઇ સુવા, યોગેશભાઇ સુવા અને બે અજાણ્યા માણસે લાકડી અને લોખંડના પાઇપ વડે મારી પર હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.