રાજકોટ શહેરમાં સામાન્ય બાબતે છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલા સદંતર વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે એક દિવસમાં ચાર સ્થળોએ મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પિતા પુત્ર સહિત પાચ લોકો ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રોડ પર બેડિપરા ફાયર સ્ટેશન પાસે રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ જીવાભાઈ ધંધુકિયા નામના 35 વર્ષના યુવાન પર ગઇ કાલે સાંજે હસુબેન, જયદીપ, ગૌતમ નામના શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો. જેમાં છોડાવવા પડેલા તેના પુત્ર કરણને પણ સામે વડાઓએ છરી મારી હોવાના આક્ષેપ સાથે રમેશભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભૂપાગઢ ગામે બળદના પૈસાની લેતીદેતી મામલે ભાણેજે મામાને ધારિયું ઝીકયું

આ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગાળો બોલવા બાબતે મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યાનું જાણવા મળ્યું હતું.

જ્યારે અન્ય બનાવમાં શહેરના ભાગોળે આવેલા ભૂપગઢ ગામે રહેતા બચુભાઈ વશરામભાઇ સાડમિયા નામના 25 વર્ષીય યુવાન પર તેના જ ભાણેજ રાજુ અને તેના સાગરીતો નટુ અને અજય સહિતનાઓએ ધારિયા વડે હુમલો કર્યો હતો. બચુભાઈ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે બળદના પૈસાની લેતીદેતી મામલે ભાણેજ રાજુ સહિતના શખ્સોએ નશાની હાલતમાં હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.

વધુ એક બનાવમાં નવાગામ પાસે આવેલા રંગીલા ઢોળા રહેતા પંકજભાઈ જેશાણીયા (ઉ.વ.40)ને અજાણ્યા શખ્સોએ ધોકાથી માર માર્યો હતો. જ્યારે કેવડાવાડીમાં લલુડી હોકડી પાસે રહેતા ગૌરવ યોગેશભાઈ ચુડાસમા (ઉ.વ.25) પર અરુણ, બંટી, રફીક સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.