બે વાર કીધા બાદ કાર સાઈડમાં લઈ પાચ જેટલા શખ્સોએ રીક્ષા ચાલકને માર માર્યો

શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગર વિસ્તારમાં કાર સાઈડમાં લેવાનું કહેવા જેવી નજીવી બાબતે યુવાન પર હુમલો કર્યાનું સામે આવ્યું છે. જેમાં બે વાર કીધા બાદ કાર સાઈડમાં લઈ પાચેક શખ્સોએ રીક્ષા ચાલકને માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભારતી નગર શેરી નંબર -1માં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રજનીભાઈ છગનભાઈ રાવત નામના 32 વર્ષના યુવાન પર ગઈકાલે મોડી રાત્રીના પંકજ, ભાવેશ સહિત પાંચેક શખ્સોએ હુમલો કરતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રજનીભાઈ રાવત ગઈકાલે રાત્રિના પોતાના સંબંધી સાથે મેંદરડા ગામેથી ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે શેરી આગળ વળાંક પાસે એક કાર નડતરરૂપ પડી હતી જેને ખસેડવાનું કહેતા ઉશ્કેરાયેલા પંકજ, ભાવેશ સહિતના શખ્સોએ યુવકને પાઇપથી માર માર્યો હતો. જેથી હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.