જેલ સિપાહી પર હુમલો થયોને જેલ અધિક્ષક મુક પ્રેક્ષકની ભૂમિકામાં

મોરબી સબ જેલમાં ફરજ બજાવતા જેલ કર્મચારી પર હુમલો થતા જેલ અધિક્ષક મુકપ્રેક્ષકની ભૂમિકામાં રહ્યા હોવાની ચર્ચા ભારે જોર શોરથી થઈ રહી છે. મોરબી સબ જેલની જ્યાં હત્યાંના ગુનામાં જેલવાસ કાઢી રહેલા ચાર જેટલાં આરોપીઓએ સવારના સમયે મુલાકાત બાબતે જેલના કર્મચારી સાથે માથાકૂટ કરી અને શર્ટ પણ ફાડી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં ગત વર્ષમાં વિશિપરામાં ફારૂક મોટલાણીની હત્યાના આરોપી એવા ડાડો ઉર્ફે દાદુ રફીક તાજમહમ્મદ જેડા અસગર ભટ્ટી, જુસો ભટ્ટી, આસિફ સુમરા સહીતના હત્યાના ગુનામાં મોરબી સબ જેલમાં છે આ આરોપીઓની મુલાકાતે ગઈકાલે તેના સગા આવ્યા હતા જો કે નિયમ અનુસાર મુલાકાત ન હોવાથી જેલના હાજર સ્ટાફે મુલાકાતની ના પાડી હતી જેથી જેલ અંદર રહેલા આરોપીઓએ સ્ટાફ સાથે જોર જોરથી માથાકૂટ કરવાનું ચાલુ કર્યું હતું અને તે જેલ સ્ટાફને માનસિક ડરાવવા માટે આરોપીઓએ પોતાના માથા દીવાલમાં ભટકવાનું શરૂ કર્યું હતું જો કે જેલના સ્ટાફે વચ્ચે પડી આરોપીઓને આવું ન કરવા અટકાવતા જેલ પોલીસ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી જેમાં એક જેલ સ્ટાફ કર્મચારીના કપડાં પણ આરોપીઓ ફાડી નાખ્યા હતા તેવી વિગતો સુત્રોમાંથી જાણવા મળી હતી આ અંગે મોરબી એ ડીવીઝન પોલીસને જાણ થતાં જેલ સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા હતા પરંતુ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે બનેલ આ બનાવ અંગે હજુ ગુનો નોંધાયો નથી.

મોરબીની જેલ પણ સલામત નથી

આ ગુનો ન નોંધાવવા પાછળનુ કારણ એવુ છે કે જેલ અધિક્ષક કનુભાઈ પટણીએ ગુનો ન નોંધવા મોરબીના ઈન્ચાર્જ ડીવાયએસપી ને કહ્યું હતું જેથી ગુનો હજુ સુધી નોંધાયો નથી ત્યારે જેલ અધિક્ષક કેમ આવા લુખ્ખાઓ સામે ઘૂંટણિયે છે અને ગુનો ન નોંધવા માટે આરોપીઓની તરફેણ કરે છે એ મોટો પ્રશ્ન છે શુ આ બાબતની ફરિયાદ થાય તો જેલમાં ચાલતી લોલમ લોલમ છતી થઈ જાય તેમ છે ? જો કે આ કારણે જ મોરબી જેલ અધિક્ષક પટણીના જેલમાં ચાલતી જામ સાહેબી બંધ થઈ જાય જેથી આ સમગ્ર મામલો બહાર ન આવે એ માટે જેલ અધિક્ષક ખુદ જ ભીનું સંકેલવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચાઓ જાગી છે ત્યારે આવા હત્યારાઓ ને જો જેલનો જ ખોફ નહિ રહે તો આગામી સમયમાં અન્ય ગુનેગાર પણ છુટા દોર થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જેથી આવા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ તે અત્યંત આવશ્યક છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.