ગોંડલ તાલુકાના ઘોઘાવદર જુથ સેવા સહકારી મંડળીનાં મંત્રી પર તાલુકા પંચાયતનાં પુવઁ સદસ્યએ હુમલો કરી માર મારતા મંત્રીને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવનાં પગલે મંડળીના કમઁચારીઓ એ કામનો બહિષ્કાર કરી અળગા રહ્યા હતા.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘાવદર મંડળીના મંત્રી પ્રફુલભાઈ સવજીભાઈ ખુંટ ગોંડલ થી ફરજ પર ઘોઘાવદર જઇ રહ્યા હતા ત્યારે ધારેશ્વર ચોકડી પેટ્રોલ પંપ પાસે તાલુકા પંચાયતનાં પુવઁ સદસ્ય ઘોઘાવદર રહેતા રાજેશભાઈ છગનભાઈ ચોવટીયા એ રસ્તા માં આંતરી ગાળો ભાંડી માર મારતા પ્રફુલભાઈ ને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
હોસ્પિટલ માં પ્રફુલભાઈ ખુંટે જણાવ્યુ કે રાજેશભાઈ ચોવટીયા એ હુ ઘોઘાવદર મંડળી ની ઓફીસે જઈ રહ્યો હતો ત્યારે મને રોકીને મને મંડળી માં સભ્ય કેમ બનાવતો નથી તેવુ કહી માર માર્યો હતો.રાજેશભાઈ માથાભારે માણસ હોય અગાઉ ગુન્હાહીત કાર્યો કર્યા હોય દહેશત થી મંડળી ના કમઁચારીઓ ફરજ બજાવી શકતા નથી.
બનાવ અંગે સીટી પોલીસે મંડળીના મંત્રી પ્રફુલભાઈ ખુંટ ની ફરિયાદ લઇ રાજેશભાઈ ચોવટીયા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે