ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ છરી ઝીંકી
ગત 6 સપ્ટેમ્બરના રોજ ત્રણ અસામાજિક તત્વોએ એક યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં આધેડ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દેવળીયા ગામે ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવ પીરનો મેળો ભરાય છે. આ મેળામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. ત્યારે અહીં ગાળો બોલવા જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી માહિતી અનુસાર, ગત 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં દેવળીયા ગામે તળાવની પાળી પાસેથી રમઝાન મુસાભાઇ મીયાણા, યાસીન મુસાભાઇ મીયાણા અને અમીન તાજમહમદભાઇ મીયાણા નામના શખ્સો અશોભનીય રીતે અપશબ્દો બોલી પોતાની એકટીવા લઇ મેળામા જતા હતા અને દાદાગીરી કરી રહ્યા હતા.
ત્યારે ત્યાં રહેલ સુરેશ મગનભાઇ ભોરણીયા નામના આધેડે તેમને અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બે લોકોએ આધેડને પકડી રાખિ અન્ય એક યુવકે તેમના પર છરી વડે ત્રણ હુમલા કર્યા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આધેડ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.