ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ સુત્રને ખાળવા ભાજપે ‘મેં ભી ચોકીદાર’ સુત્ર અપનાવ્યું: ચૂંટણી પહેલા સુત્રોનું હુમલા યુધ્ધ ઉગ્ર બન્યું
ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા તથા હરીફ પક્ષોને ખૂલ્લા પાડવા રાજકીય પક્ષો અવનવા સુત્રો પ્રચલીત કરતા હોય છે. ચૂંટણીમાં આવા પ્રચલીતો સુત્રો સામે હરીફ પક્ષોને મુંઝવવા માટે ‘હુમલા માર્કેટીંગ’ અપનાવવામાં આવે છે છેલ્લા બે વર્ષમાં ગુજરાત ભાજપે કોંગ્રેસના હુમલાને ખાળવા બે વખત હુમલા માર્કેટીંગ અપનાવ્યું છે. ૨૦૧૭ની રાજય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ‘વિકાસ ગાંડો થયો છે’ સુત્ર દ્વારા ભાજપ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના આ હુમલાના કારણે ભાજપ હાસ્યજનક સ્થિતિમાં મૂકાય જવા પામ્યું હતુ.
કોંગ્રેસે ‘વિકાસ ગાંડો થયો છે’ના હુમલા દ્વારા રાજયમાં ખરાબ રસ્તાઓ, સરળતાથી મળતા દા‚, પેટ્રોલ ડીઝલનાં ભાવોમાં થયેલો વધારો, બેરોજગારી, ખેડુતોની સમસ્યા વગેરે અનેક મુદાઓને ચૂંટણી પ્રચારમાં ઉછાળ્યા હતા જેથી, ભાજપે આખરે ‘હું છું વિકાસ’ અભિયાન સાથે કોંગ્રેસના આ પ્રચાર આક્રમણને સામનો કર્યો હતો. ૨૦૧૭ રાજય વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘હું છું વિકાસ’ના સુત્ર દ્વારા ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી. આ સુત્રને લોકપ્રિય બનાવવા માટે ભાજપ દ્વારા વિડીયો પ્રચારની એક સિરીઝ બનાવી તેનું રાજયભરમાં પ્રસારણ કરાવ્યું હતુ જેથી, વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર સ્પષ્ટ થયું હતુ કે કોંગ્રેસના ‘વિકાસ ગાંડો થયો છે’ના સુત્રને ભાજપે હુમલા માર્કેટીંગ દ્વારા સારી રીતે બચાવ લીધો હતો.
લોકસભાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો પ્રહાર કરવા માટે ‘ચોકીદાર ચોર હૈ’નું સુત્ર પ્રચલીત કર્યું છે. રાહુલ દેશભરની તેની સભાઓમાં ‘ચોકીદાર ચોર હૈ’ના સુત્રોને ગજવી રહ્યા છે. જેથી બચાવની સ્થિતિમાં આવી ગયેલા ભાજપે હવે વિધાનસભા ચૂંટણીની જેમ હુમલા માર્કેટીંગ અપનાવીને ‘મેં ભી ચોકીદાર’ સુત્ર અભિયાન શ‚ કર્યું છે. જે ભાગરૂપે પ્રદેશ ભાજપના તમામ મુખ્ય નેતાઓ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સહિતના તમામ મંત્રીઓ અને ભાજપના હજારો આગેવાનોએ તેમના ટવીટર હેન્ડલ પર ‘ચોકીદાર’ ઉપનામ તેમના નામ પહેલા લગાવવાની શ‚આત કરી દીધી છે.
ટવીટર હેન્ડલમાં ચોકીદાર વિજય રૂપાણી કર્યા બાદ વિજયભાઈએ ટવીટ કરીને લખ્યું હતુ કે હેપી કે ‘મેં ભી ચોકીદાર’ સુત્રએ અમારા બધામાં ઉત્સાહ લાવીને જગાડયા છે. ભાજપના આઈટી સેલનાં ક્ધવીનર અમિત ઠાકરે જણાવ્યું હતુ કે પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસનું ‘ચોકીદાર’ સુત્ર અભિયાન મોદી પર સીધો હુમલા સમાન છે. જેથી અમારે કોંગ્રેસને યોગ્ય રીતે જવાબ આપવો પડયો છે. જયારે કોંગ્રેસના આઈટીસેલનાં રિન બેન્કરે જણાવ્યું હતુ કે ભાજપે સખ્ત મહેનત કરી હોવા છતાં ‘વિકાસ ગાંડો થયો છે’ સુત્રની લોકપ્રિયતા સાથે મેળ ખાય તેવું એકપણ સુત્ર બનાવી શકયું નથી.