અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. કાબુલ એરપોર્ટ પર ઘણાં રોકેટ છોડવામાં આવ્યા છે. આ હુમલા બાદ કાબુલ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે અને અહીંની તમામ ફ્લાઈટોના આવાગમન રદ્દ કરવામાં આવ્યા છે.
અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસના કાબુલ એરપોર્ટ પહોંચવાની ગણતરીની મિનિટોમાં રોકેટથી હુમલા કરાયા હતા. મેટિસ ભારત મુલાકાત પૂર્ણ કરીને અફઘાનિસ્તાન પહોંચ્યા છે. અફઘાનિસ્તાનની મીડિયા એજન્સી ક્હ્યુ છે કે કાબુલ એરપોર્ટ પર લગભગ વીસથી ત્રીસ રોકેટ છોડીને હુમલો કરવામાં આવ્યો છે. કાબુલ એરપોર્ટની નજીક જ નાટો ફોર્સિસનો બેસ કેમ્પ પણ છે.
કહેવામાં આવે છે કે રોકેટ એટેકનું નિશાન કાબુલમાં આવેલો નાટોનો બેસ કેમ્પ જ હતું. આ હુમલામાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હુમલા બાદ કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે.