સમર્પણ ધ્યાન યોગ શિબિરમાં ઉચ્ચ અધિકારીઓ સહિત ૬૦૦૦થી વધુ રક્ષકો રહ્યા હાજર
અમદાવાદના પોલીસ પરેડ મેદાન ખાતે સમર્પણ ધ્યાન યોગ દ્વારા ગુજરાત રાજયના તમામ પોલીસ અધિકારીઓ, રક્ષકકર્મીઓ હોમગાર્ડઝના જવાનો, અમદાવાદ ગ્રામીણ રક્ષકો માટે સમર્પણ ધ્યાનયોગની એક દિવસીય ધ્યાન શિબિરનું આયોજન પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦૦૦ થી પણ વધારે પોલીસ કર્મીઓએ ઉપસ્થિત રહીને ધ્યાન કર્યું હતું. અમદાવાદના મકરબા પોલીસ પરેડ મેદાન ખાતે યોજાયેલી આ શિબિરમાં અનેક પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી શિવકૃપાનંદસ્વામીજી દ્વારા વિશ્વના અનેક દેશોમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તાજેતરમાં નેપાળમાં શિબિર પુરી કરીને શ્રી શિવકૃપાનંદસ્વામીજી દ્વારા આ અમદાવાદમાં શિબિર લેવામાં આવી હતી.દેશ અને સમાજની રક્ષા કરતા પોલીસ રક્ષકોની જીવનશૈલી થાક, તણાવ અને અનિશ્ચિતતાથી ભરેલી છે અને પોતાની ડ્યુટી દરમિયાન પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે ત્યારે તેમના જીવનમાં શાંતી આવે તેમનો સર્વાંગી વિકાસ થાય અને ધ્યાન દ્વારા તેમનો મનોબળ અને ચિત વધુ સ્થિર બને અને તેના દ્વારા જીવનમાં શાંતિ અને સફળતામેળવી શકાય એ હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમર્પણ ધ્યાન યોગ સંસ્થા દ્વારા આ વર્ષ રક્ષક વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે શિબિર દરમિયાન શ્રી શિવકૃપાનંદસ્વામીજીએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં બેલેન્સ અને સંતુલન રાખવું જરૂરી છે અને એજ આ પોલીસ શિબિર નું દયેય અને આવશ્યકતા છે.રક્ષક સુરક્ષિત રહેવા જોઈએ. ધ્યાન અને મેડીટેશનથી તમારી આસપાસ એક આભામંડળ ઉભું કરવાનો પ્રયત્ન થશે તો ઘણા ફાયદાનો આવિષ્કાર પણ થશે.
પોલીસ કર્મીઓને જણાવતા શ્રી શિવકૃપાનંદસ્વામીજી એ જણાવ્યું હતું કે દરેક પોલીસ કર્મીએ અને દરેક મનુષ્યે દરરોજ ૩૦ મિનિટ ધ્યાન માટે ફાળવવી જોઈએ.શાંત ચિત અને શાંત મન તમારી કામગીરીમાં પણ મદદરૂપ થશે.કારણ કે ફરજને ધ્યાન સાથે જોડી દેવાથી એક સારું બેલેન્સ પણ બનાવી શકાશે અને મેડિટેશન દ્વારા તમારી સાથે સારી વાત સાથે રહેશે અને ખરાબ વાતો આપોઆપ નીકળી જશે.
આ શિબિર દરમિયાન શ્રી શિવકૃપાનંદસ્વામીજી પોલીસ કર્મીઓ દ્વારા પુછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
આ શિબિરમાં આમદાવાદ રૂરલ ના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અસારી સાહેબ,ચેતક કમાન્ડોના વડા ધારૈયા સાહેબ અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાણા સાહેબ પણ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.