જોડીયા અને સંચાણાના છ શખ્સોની પૂછપરછમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થવાના નિર્દેશ
જામનગરમાં ફરી એટીએસ અને એસઓજીએ જેટી પર ધામા નાખ્યા હતા. બે દિવસ પહેલા જામનગરના સચાણા અને જોડિયા ગામના આઠ શખ્સોની એટીએસએ ડ્રગ્સ મામલે પૂછપરછ હાથ ધરી હતી અને 6 શખ્સોને એટીએસ અમદાવાદમાં લઈ ગઈ હતી. ત્યાથી બે શખ્સોને સચાણા અને જોડિયા ગામમાં તપાસ માટે લાવવામાં આવ્યાં છે. એક બોટ કબજે કરવામાં આવી છે.
જામનગરના સચાણા અને જોડિયા ગામના બે શખ્સોને ડ્રગ્સ તપાસ મામલે સચાણાની જેટી પર લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એટીએસ દ્વારા આજે બે ટીમ બનાવીને જામનગરના સચાણા જેટી પર ધામા નાખ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, એક જોડિયાના શખ્સને પાછો અમદાવાદ એટીએસમાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે એક શખ્સને જામનગર એસ.ઓ.જી પોલીસ ખાતે સોંપી પૂછપરછ કરવામાં આવી રહી છે.બે દિવસ પહેલા જામનગરના સચાણા અને જોડિયા ગામના આઠ શખ્સોની એટીએસએ ડ્રગ્સ મામલે પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના સચાણા અને જોડિયાના છ શખ્સોને એટીએસ વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ ગઈ હતી. ત્યારબાદ આજરોજ બે શખ્સોને લઈને અમદાવાદથી સ્થળ પર સચાણા અને જોડિયા ખાતે સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી અને પંચનામુ કર્યું હતું. તેમજ એક બોટ કબજે કરવામાં આવી છે.એક શખ્સને સચાણા ગામે લઈ આવવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. સચાણા જેટી પર રાખેલી બોટનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર ઘટનાની એટીએસ અને એસઓજીએ સાથે મળીને માહિતી મેળવી હતી અને નિરીક્ષણ કર્યું હતું, જામનગરમાંથી છ શખ્સોને એટીએસ અમદાવાદ પૂછપરછ માટે બે દિવસ પહેલા લઈ ગઈ હતી. જેમાં સચાણાના ત્રણ અને જોડિયાના ત્રણ શખ્સો હતા.