જખૌથી પકડાયેલા ડ્રગ્સની તપાસ ગુજરાત ATS રાષ્ટ્ર વ્યાપી બનાવી

  • જખૌના દરિયામાંથી ફાયરિંગ કરી એટીએસે 280 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા નવ પાકિસ્તાની રિમાન્ડ પર
  • મુઝફરનદરના ગોડાઉનમાં હેરોઇનની પ્રોસેસ કરી ઉત્તર ભારતના રાજયમાં સપ્લાય કરાયાનો ઘટ્ટસ્ફોટ

કચ્છના દરિયામાં ડ્રગ્સની દાણચોરી વધી જતા રાજયની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ પેડલરો પર ચાપતી નઝર રાખી ર્હયા છે. અને બીજી તરફ કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમ દ્વારા સમુદ્રમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી લીધો છે. ગુજરાત એટીએસની ટીમ દરિયામાં અને ગુજરાતના સીમાળા ઓળંગી છેક દિલ્હી અને પંજાબ સુધી તપાસનો દોર લંબાવી વધુ 42 કિલો હેરોઇનનો જથ્થા સાથે અફઘાનિસ્તાન નાગરિક સહિત ચાર શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળતા ગુજરાત એટીએસની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે.

ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓને ગુજરાતના દરિયાય માર્ગ સરળ જણાતા છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન, ઇરાન અને અફઘાનિસ્તાનથી કરોડોની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યો છે. ગત રવિવારે જખૌ દરિયામાં પાકિસ્તાનની અલ હજ બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો લઇને સપ્લાય કરવા આવ્યાના ઇન્પુટના આધારે કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમ દ્વારા ફાયરિંગ કરી નવ પાકિસ્તાની શખ્સોને રૂા.280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઇન ઝડપી લીધું હતું. નવ પાકિસ્તાની ડ્રગ્સ પેડલરને નવ દિવસના રિમાન્ડ પર મેળવી કરાયેલી પૂછપરછ દરમિયાન ડ્રગ્સ વાયા કચ્છ થઇ ઉત્તર ભારતના રાજયમાં મોકલવાનું હોવાની તેમજ મુઝફરનગરના ગોડાઉનમાં ડ્રગ્સનો કેટલોક જથ્થોની ડીલીવરી થઇ ગયાની સ્ફોટક કબુલાત આપતા ગુજરાત એટીએસની એક ટીમ એનસીબી સ્ટાફને સાથે રાખી ઉત્તર પ્રદેશના મુઝફરનગર ખાતેના ગોડાઉનમાં દરોડો પાડી 42 કિલો ડ્રગ્સ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે.

જે ચાર શખ્સો પૈકી સાઉથ દિલ્હીના રાજી હૈદર ઝૈદી અને ઇમરાન આમીર નામના શખ્સો પાકિસ્તાનના મુસ્તુફા નામના ડ્રગ્સ માફિયા પાસેથી કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ મગાવી રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશના મુઝફરનગર ખાતેના ગોડાઉન ખાતે ડ્રગ્સનો જથ્થો લાવવાની વ્યવસ્થા કરી આપતા હોવાનું એટીએસની તપાસમાં ખુલ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુઝફરનગરના ગોડાઉનમાં હેરોઇનની પ્રોસેસ કરતો અબ્દુલા કાકડ નામનો શખ્સ મુળ અફઘાનિસ્તાનનો છે. અને લાંબા સમયથી દિલ્હીના લાજપતનગરમાં રહે છે.

તેમજ અવતારસિંધ ઉર્ફે શન્ની પ્રોસેસ કરેલા ડ્રગ્સનો જથ્થો યુપી અને પંજાબ મોકલતો હોવાનું બહાર આવતા ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સની તપાસ દરિયાઇ સીમા, ગુજરાત અને ગુજરાત બહારના રાજયમાં કરી સમગ્ર તપાસને રાષ્ટ્ર વ્યાપી બનાવી છે ત્યારે ડ્રગ્સકાંડમાં સંડોવાયેલા સ્થાનિક શખ્સોને ઝડપી લેવાના ચ્રકો ગતિમાન કર્યા છે. બીજી બાજુ ઇન્ટનેશનલ ડ્રગ્સ માફિયા મુસ્તુફા નામના શખ્સની સંડોવણી બહાર આવી છે.

ગત તા.21 એપ્રિલના રોજ એટીએસ અને ડીઆરઆઇની ટીમે કંડલા ખાતેના ક્ધટેનરની તપાસ દરમિયાન મળી આવેલા 1300 કરોડના 260 કિલો ડગ્સ ઘુસાડવામાં પણ પાકિસ્તાની મુસ્તુફાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.