ઈસ્લામિક  સ્ટેટ ઓફ ખુશામત ત્રાસવાદી સંગઠન સાથેના સંપર્ક્ ધરાવતા શકમંદોની સઘન પૂછપરછ

એટીએસના  ડીઆઈજી દિપેન ભદ્રન અને એસ.પી. સુનિલ જોષી સહિતના ઉચ્ચ અધિકારી દ્વારા સઘન તપાસ

પોરબંદરમાં  ઈસ્લામિક  સ્ટેટ ઓફ  ખુશામત પ્રોવિન્સ સાથે જોડાયેલા દેશ દ્રોહીઓ મોટી ભાંગફોડનો પ્લાન  બનાવી રહ્યાની બાતમીનાં આધારે એટીએસના ડીઆઈજી દિપેન ભદ્રન સહિતના  અધિકારીઓએ પોરબંદરમાં  રાતભર ગુપ્ત  ઓપરેશન  હાથ ધરી  વિદેશી નાગરિક સહિત ચારની અટકાયત કરવામાં આવી છે.  એટીએસના સક્ંજામાં આવેલ ચારેય  આઈએસઆઈએસ સાથે સંપર્ક ધરાવતા હોવાના એટીએશને પુરાવા મળ્યા છે.   ચારેય દેશ દ્રોહીઓ સાથે અન્ય શખ્સોની સંડોવણીની શંકા સાથે એટીએસની ટીમે સ્થાનિક   પોલીસની મદદ લઈ સઘન તપાસ હાથ ધરી છે.  મોટા આતંકી  સંગઠનનો પર્દાફાશ  થવાના નિર્દેશ મળી રહ્યા છે.

ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ  મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટસીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેના બાદ પોરબંદરથી એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચારેય આતંકી સંગઠન આઈએસઆઈએસ ના સભ્યો હતા. આ માટે આઈજી દિપેન ભદ્રન સહિતના કાફલો પોરબંદર પહોંચ્યો છે.

ગુપ્ત માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં આ ઓપરેશન પાર પાડ્યુ હતું. પોરબંદરમાં ફરી એકવાર આતંકી સંગઠનનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ, પોરબંદરમાં શુક્રવાર સવારથી એટીએસની ટીમ પહોંચી હતી. જેમાં એટીએસ ના ઇન્સ્પેકટર જનરલ દીપન ભદ્રન પણ સામેલ હતા. વહેલી સવારે ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુજરાત એટીએએસ એ ફરી રાજ્યમાં  આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એક મહિલા સહિત ચાર લોકોને પોરબંદરથી પકડ્યા છે. જ્યારે અન્ય એક શખ્સને પકડવા માટે ટીમ છાપામારી કરી રહીછે. સુમેરા નામની મહિલાની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાનું બાતમી મળી છે. ચારેય લોકો આઈએસઆઈએસના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય આઈએસઆઈએસ સાથએ જોડાઈને ભાગાવની ફિરાકમાં હતા. ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા. ડીઆઈજી દીપેન ભદ્રન અને એસપી સુનિલ જોશીની આગેવાનીમાં મોડી રાતથી પોરબંદરમાં ઓપરેશન ચાલી રહ્યુ હતું. ગત કેટલાક સમયથી એટીએસને ઈનપુટ મળ્યા હતા, જેના બાદ તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાયા હતા. તમામ પર લાંબા સમયથી નજર રાખવામા આવી રહી હતી.

આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી સુમરા નામની મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા પોલીસની મદદથી લાલગેટ વિસ્તારમાંથી મહિલાની અટકાયત કરી છે. આ મહિલાને પોરબંદર લઈ જવાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા અન્ય 3 ની અટકાયત કરાઈ હતી. ત્રણેયની પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો. સુરતની આ મહિલા પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.