એક પિસ્તોલ અને 10 કાર્ટિસનો જથ્થો ઝડપાયો
રાજકોટના સોની બજારમાં એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની સોની બજારમાંથી એટીએસ દ્વારા 3 શંકાસ્પદ બંગાળી કારીગરોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા હોવાની માહિતીના આધારે એટીએસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આતંકી સંગઠન અલ કાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયા હતા. છેલ્લા ૬ થી ૯ મહિનાથી આ બંગાળી કારીગરોની આડમાં રાજકોટમાં સક્રિય હતા. ગુજરાત ATSએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે. જે લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હાતા. તેમજ આતંકવાદીઓ પદેથી દેશી બનાવટનું હથિયાર મળી આવ્યું છે પણ લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યું હોવાની મહીતી મળી આવી છે. તો એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. અને ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે.