૨૮૦૦થી વધુએ ઓનલાઇન કોર્સમાં જોડાઇ જ્ઞાન વધાર્યુ: ૧૧૦૦૦ સર્ટીફિકેટ મેળવ્યાં
વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરની સ્પર્ધા માટેની ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવા માટે આત્મીય યુનિવર્સિટીએ વિશ્વની નામાંકિત યુનિવર્સિટી અને અધ્યાપકો-વિદ્યાર્થીઓ વચ્ચે કડીરૂપ કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત એજન્સી કોર્સેરા સાથે સમજૂતી કરી છે. અધ્યાપકો વિદ્યાર્થીઓ માટે આ સમજૂતી ખરેખર આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ બંધ રહી તે સમયગાળાનો વિદ્યાર્થીઓ-અધ્યાપકોએ યોગ્ય ઉપયોગ કરીને આ સમજૂતી અંતર્ગત બે હજાર આઠસોથી વધુ કોર્સમાં એનરોલ થઈને અગિયાર હજારી વધુ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યાં છે.
આત્મીય યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર અને આ પ્રકલ્પના સંયોજક ડો. આશિષ કોઠારીના જણાવ્યા પ્રમાણે કોર્સેરા દ્વારા પંચાવન દેશોની નામાંકિત ૨૨૮ યુનિવર્સિટીઝના પાંચ હજારી વધુ ઓનલાઈન કોર્સ ઓફર કરવામાં આવે છે. આત્મીય યુનિવર્સિટીના માધ્યમી બે હજાર આઠસો જેટલા કોર્સિઝમાં તેંત્રીસ હજારી વધુ વિદ્યાર્થીઓ-અધ્યાપકોનાં એનરોલમેન્ટ યાં હતાં. તે માટે ૬૫ હજાર કલાકના વર્ગોમાં ૧ લાખ ૪૦ હજાર જેટલાં ઓનલાઈન લેકચર્સ વિદ્યાર્થીઓ-અધ્યાપકોએ ભર્યાં છે. આ કોર્સિઝમાં સંબંધિત યુનિવર્સિટીઝ દ્વારા ૧૧ હજારી વધુ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.
ડો. કોઠારીએ ઉમેર્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીને કારણે વર્ગશિક્ષણ ખોરવાયું હતું તે સમયગાળાનો સહુ ઉત્પાદક ઉપયોગ કરીને વૈશ્વિક સ્પર્ધામાં ઊભા રહી શકવાની ક્ષમતા કેળવી શકે તે માટે આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભસ્વામીની પ્રેરણાથી ઓનલાઈન કોર્સિઝ માટે કોર્સેરા સાથે આ સમજૂતી કરવામાં આવી. લોકડાઉન દરમિયાન અમલમાં મુકાયેલ આ પ્રકલ્પને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા જબ્બર પ્રતિસાદ સાંપડયો છે. સામાન્ય રીતે આ પ્રકારના કોર્સિઝની ફી સરેરાશ રૂ. બે હજાર જેટલી હોય છે. પરંતુ આત્મીય યુનિવર્સિટીએ કરેલી આ સમજૂતી અંતર્ગત આ બધા જ કોર્સિઝ તદ્દન નિ:શુલ્ક કરી શકાય છે. આત્મીય યુનિવર્સિટી દ્વારા ૧૧ હજારી વધુ એનરોલમેન્ટ તાં આશરે કુલ રૂ. સવા બે કરોડી વધુની કિંમતના કોર્સિઝ નિ:શુલ્ક કરીને સહુએ જ્ઞાન મેળવવાની સો પોતાનું મૂલ્યવર્ધન કર્યું છે.
આત્મીય યુનિ.ના અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આપણા વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતા વધે અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે તે આજના સમયની અનિવાર્યતા છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાી સ્પાયેલ આત્મીય યુનિવર્સિટી સમયની સો તાલ મિલાવીને વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવામાં માને છે. કોર્સેરા સોની સમજૂતીનો પ્રકલ્પ પણ તેનો જ એક ભાગ હતો. અધ્યાપકો – વિદ્યાર્થીઓને તેના માધ્યમી પોતાની ક્ષમતાનો વિકાસ કરવાની તક સાંપડી. સહુએ તે તક ઝડપી તે બાબત સંતોષ અને આનંદની લાગણીનો અનુભવ કરાવે છે. સર્વના શ્રેયમાં માનતી આત્મીય યુનિ. દ્વારા આ કોર્સિઝ અન્ય યુનિ. અને કોલેજીસના વિદ્યાર્થીઓને પણ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવાયા છે. આત્મીય યુનિ. આ માટે નિમિત્ત બની તેનો આનંદ છે.
આ સમજૂતી અંતર્ગત ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ સુધીમાં કોઈપણ સંસ્થાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આત્મીય યુનિ.ની લિન્કનો ઉપયોગ કરીને નિ:શુલ્ક કોર્સિઝ માટે એનરોલ થઈ શકે છે. જે માટે https://bit.ly/AUCourseraReg લિન્કનો ઉપયોગ થઈ શકે છે.