મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા બેન્કની ૫૮મી વાર્ષિક સાધારણ સભા મળી: ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડીયાએ રજૂ કર્યા હિસાબો
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડની ૫૮મી વાર્ષિક સામાન્ય સભા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી મળી હતી. આ તકે રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ એવી જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં જિલ્લા બેંક રાજકોટ અને મોરબી જિલ્લાની ૧૧ શાખાઓમાં એટીએમ સેવા શ‚ કરશે.
આ તકે જિલ્લા બેન્કના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષથી સરકારની પાક વીમા યોજનામાં ફેરફાર થતા નવી “પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલમાં આવતા આ યોજના હેઠળ બેન્ક સાથે જોડાયેલા કોઈ ખેડૂત વીમા કવરેજથી વંચિત ન રહે તે માટે આ નવી યોજનાની વિસ્તૃત જાણકારી બેંકના બ્રાંચ મેનેજર, મંડળીના મંત્રી, પ્રમુખ તથા ગામના આગેવાનોને મળી રહે તે માટે દરેક તાલુકા લેવલે વર્કશોપનું આયોજન કર્યું છે. નવી પાક વીમા યોજના અંગે જ‚રી સૂચનો માટે કેન્દ્ર સરકારએ ૧૫ સભ્યોની એક કમિટિની રચના કરી છે.
બેંકના ગ્રાહકોને મળતી સબસીડી આધાર લીકેજ કરવાની સીધી ગ્રાહકના ખાતામાં જમા થાય છે, દૂધના પેમેન્ટની રકમો તથા અન્ય સંસ્થાઓ તરફથી મળતા ડિવિડન્ડ, રીફંડ, વ્યાજ જેવી રકમો ગ્રાહકોના ખાતામાં સીધી જમા થાય છે. જેથી ગ્રાહકોએ ચેક જમા કરાવવાની પણ જ‚રીયાત રહેતી નથી. હાલ બેંકની મુખ્ય કચેરીમાં એ.ટી.એમ. શ‚ થશે. આ બેંક સાથે જોડાયેલ બે લાખથી વધુ ખેડૂતોને “‚પે કિશાન ડેબીટ કાર્ડ તથા થાપણદારો માટે “‚પે ડેબીટ કાર્ડ પુરા પાડવાની કામગીરી ચાલુ છે. થાપણદારો અને ધિરાણ લેનાર તમામને કાર્ડની સગવડ મળતા કેશલેશ વ્યવહારો વધશે અને સગવડતા પણ વધશે.
રીઝર્વ બેંકના આદેશ મુજબ બેંકોએ મૂડી પર્યાપ્તતાનો રેશીયો (સીઆરએઆર) ૯% જાળવવો ફરજીયાત છે જે રેશીયો બેંકે ૧૦.૪૫% એ પહોંચાડેલ છે. નાબાર્ડ મુંબઈએ આ બેંકના બેનમુન વહીવટના અભ્યાસ માટે દેશની તમામ જિલ્લા બેંકોને આપણી બેંકની મુલાકાત લેવા જણાવેલ છે. જે મુજબ આ વર્ષમાં જુદા જુદા રાજયોની બેંકોના ૧૪૦ પ્રતિનિધિઓએ આ બેંકની મુલાકાત લઈ આ બેંકનો અભ્યાસ કરી ધન્યતા અનુભવેલ છે. આપણી બેંકના બોર્ડ તથા મેનેજરોની એક ટીમને મદ્રાસ તથા આંદામાન નિકોબારની સહકારી બેંકોની એક્ષ્પોઝર વિઝીટ કરવા નાબાર્ડએ મંજુરી આપતા તે અન્વયે બહારના રાજયોમાં ચાલતી સરકારી પ્રવૃત્તિઓના અભ્યાસ માટે વિઝીટ કરેલ હતી.
બેંકની સ્થાપનાથી ૪૦ વર્ષ એટલે કે સને ૨૦૦૦ સુધીમાં થાપણો ‚ા.૫૧૫ કરોડ હતી તે ચાલુ એક જ વર્ષમાં ‚ા.૪૬૮ કરોડ નવી થાપણો મેળવી ‚ા.૩૯૦૫ કરોડે પહોંચેલ છે. આ બેંક સને ૧૯૯૪થી રીઝર્વ બેંકનું લાયસન્સ ધરાવે છે તેમજ બેંકમાં મુકેલ થાપણો નિયમ મુજબ વિમાથી સુરક્ષીત છે. કેન્દ્ર સરકારના કેશલેશ ટ્રાન્ઝેકશન અભિગમના ભાગ‚પે આ બેંકએ કુલ ૪૨૯૭૮ ‚પે ડેબીટ કાર્ડ (થાપણદારોને) તથા કિસાન ડેબીટ કાર્ડ (કેસીસી હોલ્ડરોને) પુરા પાડેલ છે.
જિલ્લા લેવલની સાતેય સંસ્થાઓની સહકારીમાં સહકાર એ નાતે મળેલ વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સહકાર મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલ, જશાભાઈ બારડ, જયેશભાઈ રાદડિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજકોટ તથા મોરબી જિલ્લા હાજર રહેલ તમામ ધારાસભ્યો, મંડળીના પ્રમુખ, મંત્રી, મેનેજરો તેમજ ડિરેકટરોનો આભાર માન્યો હતો.
સહકારી માળખાને ખેડૂતોને અને ખેતીને ટકાવી રાખવા કેન્દ્ર અને રાજય સરકારએ આપેલી રાહતોને બિરદાવી બોર્ડ વતી આભાર માનું છું. ખાસ કરીને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને તેમના કેબીનેટ મંત્રીઓ હંમેશા ખેડૂતોના હિત માટે પ્રયત્નશીલ છે. ખેડૂતોને કેસીસી ધિરાણમાં વ્યાજ રાહત, ખેડૂતોને ગોડાઉન બાંધકામ માટે સબસીડી,મંડળીઓને ગોડાઉન બાંધકામ માટે સબસીડી, મધ્યમ મુદત લોન વ્યાજ સબસીડી યોજના જેવી અનેક ખેડૂત લક્ષી યોજનાઓ દ્વારા ખેડૂતોને મદદ‚પ થયેલ છે.
નાબાર્ડ તરફથી આપણી બેંકને રાજય બેંક મારફત મળતું પુન:ધિરાણ તેમજ ‚ા.૨૦૦ કરોડનું ડાયરેકટ ફાયનાન્સ સમયસર મળતું રહે છે. તેમજ જ‚રી માર્ગદર્શન માટે નાબાર્ડના સી.જી.એમ. ચાવલા, જી.એમ.ઠક્કર સહિતના તમામ નાબાર્ડ સ્ટાફ ગણનો પણ બેંક વતી આભાર માન્યો હતો.
રાજય સરકાર અને સહકાર ખાતુ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ, ગુજરાત રાજય ગાંધીનગર, ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંકના ચેરમેન અજયભાઈ પટેલ અને રાજય બેંકના સીઈઓ સહિતના તમામ સ્ટાફ કે જેઓ સહકારી પ્રવૃતિની નવી ટેકનોલોજી, નવી જાણકારી માટે બેંકના સ્ટાફ માટે, મંત્રીઓ માટે તાલીમ વર્ગો, મીટીંગ કરી સતત રાજય બેંકનાં સહયોગથી તાલુકે તાલુકે થતી ખરીફ રવિ પાક શિબિરોમાં આર્થિક સહયોગ આપી સહકારી પ્રવૃતિના વિકાસની મશાલ જલતી રાખેલ છે તે બદલ તેમનો આભાર માનું છું.
અંતમાં બેંકમાં કાયદાકીય સલાહકારો અને ઓડીટર સુનિલ સંદિપ એન્ડ કાૃં., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેઓએ આ બેંકનું નિષ્પક્ષ રીતે ઓડીટ કરી બેંકને સલાહ-સુચન, માર્ગદર્શન આપેલ છે તેમનો તેમજ બોર્ડના તમામ મારા સાથી સભ્યો અને ઉપપ્રમુખ વાઘજીભાઈ બોડા અને મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયાનો પણ આ તકે આભાર માનું છું. બોર્ડના નિર્ણયોની ઝડપી અમલવારી અને પ્રવૃતિઓનું સંકલન જાળવી ગ્રાહકોની સારી સેવા આપનાર આ બેંકના તમામ મેનેજરીયલ અને અન્ય સ્ટાફની કામગીરીને બિરદાવું છું. હાલ હવે જયારે હું આઇ.એફ.એફ.સી.ઓ. ના વાઇસ પ્રેસીડેન્ટ બન્યો છું, ત્યારે સૌરાષ્ટ્રનાં ખેડુતોને હવે ખાતર માટે રાહ નહી જોવી પડે અને ખેડુત ઇચ્છસે તે રીતે તેવો તેનો ઉપયોગ કરી શકશે. નોટબંધી બાદ ૬૦૦ કરોડ ‚પિયા ૪ ટ્રકમાં ભરીને મોકલ્યા છે. તેમ છતાં રાજકોટ ડીસ્ટ્રીટક કો. ઓપ. બેંક એ નયો કયો છે. અને ખેડુતોને ઘીરાણ આપ્યા છે. નિરાશ્રીતો કે જેવોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓ માટે જે ચેક અર્પણ થયા છે તેનાથી તેઓ ખુબ જ ખુશ છે. આ કામ માત્ર ભાજપ અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ બેંક જ કરી શકે.