ગણતરીની કલાકોમાં જ પંચકોશી ‘બી’ ડીવીઝને ઈસમને પકડી પાડયો

તા.૧૦ મે ૨૦૧૯ના રાત્રીના ૪:૩૦ કલાકના અરસામાં દરેક જીઆઈડીસી ફેસ-૩ રાજહંસ સર્કલ પાસે કોમ્પ્લેક્ષમાં આવેલ કેનેરા બેંકના એટીએમ તોડીને રૂપીયા કાઢવાની કોશીષનો ગુન્હો પંચકોશી ‘બી’ ડીવી. પો.સ્ટે.માં દાખલ થયેલ હોય જે સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આ ઉપરોકત ગુન્હાને અંજામ આપનાર ઈસમ હાલ દરેક જીઆઈડીસી ફેસ-૩ શિવ કોમ્પલેક્ષ નીચે આવેલ માં પાન નામની દુકાન સામે બ્લુ ટી શર્ટ તથા કાળા કલરનું લોવર પહેરી ઉભેલ હોય.

જેથી તુરંત જ સદરહુ જગ્યાએ આવી ઉપરોકત વર્ણન વાળા ઈસમને શંકાના આધારે પુછપરછ કરતા પોતે પોતાનું નામ ઓમપ્રકાશ રાજેશ્વર રામ રવિદાસ (ઉ.વ.૨૭) ધંધો મજૂરી રહે.દરેડ પાણીની ટાંકી પાસે તા.જી.જામનગર મુળ રહે.મંદુરા ગામ થાના ગડહની હરીગામ જિ.આરા રાજય-બિહારવાળાને યુક્તિ પ્રયુક્તિથી ઉપરોકત ગુન્હા અંગે પુછપરછ કરતા પોતાની માતા બિમાર હોય અને રૂપીયાની ખૂબ જ જરૂરીયાત હોય જેથી મજકુરે ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપતા મજકુરને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.