સિનિયર સિટીઝન સહિતના સ્થાનિકોને થતા ધરમના ધકકા.
દ્વારકા પોસ્ટલ ઓફિસ પોસ્ટલ બેન્ક બન્યા બાદ પણ પોસ્ટ વિભાગમાં ઘરમૂળથી ફેરફારની જરૂરીયાત જણાય છે. દ્વારકામાં સીનીયર સીટીઝન તેમજ ગામડેથી આવતા સેંકડો પોસ્ટ ઓફીસના ગ્રાહકો સહિત સમગ્ર ગ્રામજનો માટે પોસ્ટલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એટીએમ મશીન છેલ્લા ૧૦ દિવસથી બંધ હાલતમાં છે. જેના લીધે વ્યવહાર ન કરી શકતા સ્થાનીય ગ્રામજનો, સીનીયર સીટીજનો, ગ્રામીણોને દરરોજના ધરમધકકા થાય છે.
આ અંગે પોસ્ટલ વિભાગના અધિકારી સાથે પૂછતાં તેમણે દસેક દિવસથી પ્રોબ્લેમ હોવાનું સ્વીકારતા જણાવેલ કે આ અંગે અમોએ ઉપલા અધિકારીઓને જાણ કરેલ છે અને આ અંગે કોઈ ચોકકસ તારીખ, સમય ન આપતા વડી કચેરીએ આ માટેના એન્જીનીયર આવશે પછી જ સુવિધા શરૂ કરશી શકાશે તેવો જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું.