સ્ટેટ બેન્ક સતત કેટલાક નવા પગલા લઈ રહ્યું છે. છેલ્લા બચત ખાતામાં વ્યાજ દર ઘટાડ્યા બાદ હવે ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ATM કાર્ડને લઇને મોટો નિર્ણય લેવા જઇ રહી છે. અહેવાલો અનુસાર, એસબીઆઇ તેના ગ્રાહકોના ડેબિટ કાર્ડને બદલી રહ્યું છે અને એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જે લોકો 30 સપ્ટેમબર સુધી પોતાના ATM કાર્ડ નહી બદલાવ્યો હોય તેમના કાર્ડ બ્લોક કરવામાં આવશે.
જો કે, કાર્ડને અવરોધિત કરવા વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ બેન્કે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બેન્ક જૂના મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ડેબિટ કાર્ડ્સને બદલી રહી છે. તેના બદલે હવે નવા ઇવીએમ ચિપ વાળા કાર્ડ્સ જારી કરવામાં આવી રહ્યા છે. બેન્કે પોતાની સત્તાવાર વેબસાઇટ પર આને લઇને માહિતી આપી છે, જેમાં જણાવામાં આવ્યું છે કે આ પગલા સુરક્ષાના અર્થમાં લેવામાં આવ્યો છે.
બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં, બેન્કે જણાવ્યું હતું કે ગ્રાહકોને તેમના ડેબિટ કાર્ડને બદલવા માટે બેન્ક જવાનુ રહશે અથવા ઓનલાઇન બેંકિંગના માઘ્યમથી અરજી કરવાનો રહશે. સમાચાર અનુસાર, રિઝર્વ બેન્કે ગયા વર્ષે મેગ્નેટિક સ્ટ્રિપ વાળા મશીનો અને ડેબિટ કાર્ડથી દૂર કરવા બેન્કોને સૂચના આપી હતી. સાથે ઇવીએમ ચીપ અને પિન આધારિત કાર્ડ રજૂ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે, જેથી ડેબિટ કાર્ડની ક્લોનિંગ અને અન્ય પ્રકારના થતા ખતારાથી બચી શકાય.
શું છે મેગ્નેટિક સ્ટ્રિપ કાર્ડ:
જો તમે તમારા એટીએમ કાર્ડને જોશો તો તેની પાછળની તરફ એક કાળી પટ્ટી દેખાશે. આ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રીપ છે. જેમાં તમારા એકાઉન્ટની પૂરી જાણકારી હશે. એટીએમમાં તેને નાખ્યા પછી પિન નંબર નાખતાની સાથે તમે તમારા એકાઉન્ટથી નાણાં મેળવી શકો છો.
શું છે EVM ચિપ કાર્ડ:
આ એક નવી ટેક્નિક છે. જેમાં ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ પર નાની ચિપ લાગેલી હશે, જેમાં તમારા એકાઉન્ટની પૂરી જાણકારી હશે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હશે જેથી કોઇ ડિટેલ્સની ચોરી ન કરી શકે. સાથે પહેલાની જેમ આમાં પણ સિક્રેટ પિન નંબરને પણ જોઈ શકાશે . આ ટેકનીક વિશ્વભરમાં ડેબિટ કાર્ડ માટે નવા સ્ટૈન્ડર્ડની જેમ સામે આવી છે.