હેકરોએ એટીએમ અને વિઝાની માહિતી મેળવી ઈંગ્લેન્ડ, અમેરિકા સહિતના ૨૮ દેશોમાંથી કરોડો રૂપીયા ઉપાડી લીધા
ડીજીટલ સુવિધાઓનો વ્યાપ તો વઘ્યો છે પરંતુ આ સાથે હેકર્સનો તરખાટ પણ વઘ્યો છે. વધતા જતા સાઈબર ક્રાઈમના આતંકને નાથવા ડિજીટલ સુરક્ષા વધુ મજબુત બનાવી જરૂરી બની છે. હાલ અવાર-નવાર હેકીંગના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે ચકચાર જગાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે.
અજાણ્યા હેકરોએ એટીએમ કાર્ડ કલોન કરી કોસમોસ બેંકમાંથી ૭૮ કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, રશિયા અને યુએઈ, કેનેડા સહિતના ૨૮ દેશોની અલગ-અલગ કોસનોસ બેંકની શાખામાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સાયબર અને ઈકોનોમીક ઓફેન્સ વીંગના ડેપ્યુટી કમિશનર જયોતિપ્રિયા સિંઘે કહ્યું કે, ગત ૧૧ અને ૧૩ ઓગસ્ટના રોજ હેકરોએ બેંકના એટીએમ સ્વીચ સર્વર ચોરી, વીઝાની માહિતી મેળવી રૂપે એટીએમ કાર્ડ દ્વારા કરોડોની ઉઠાંતરી કરી છે. આ સાથે તેઓએ સ્વીફટ સિસ્ટમને પણ હેક કરી છે અને કલોન કાર્ડ દ્વારા સાયબર ક્રાઈમ આચર્યો છે.
આ ઈસમોને ઝડપી પાડવા સાયબર સેલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ડીસીપી જયોતિપ્રિયા સિંઘે વધુમાં કહ્યું કે, આગળની કાર્યવાહી માટે અમે બેંકના સીકયુરીટી ઓડિટ રીપોર્ટની રાહ જોઈ રહ્યા છે તે રીપોર્ટ આવ્યા બાદ એકશન લેવાશે.