જસદણના આટકોટ ગામે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલીત કે.ડી. પરવાડીયા હોસ્પિટલનું આગામી તા. 29 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે પત્રકારોને માહીતી આપતા જસદણના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ભાજપના ઉપાઘ્યક્ષ અને લોકાર્પણ થવા જઇ રહી છે તે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરતભાઇ બોધરાએ માહીતી આપતા જણાવ્યું હતું કે આ મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ સૌરાષ્ટ્રના તમામ ગરીબ દર્દીઓને ફાયદારુપ બનશે રૂ. 40 કરોડના ખર્ચે છ વર્ષ પછી ઉભી થયેલ આ હોસ્પિટલ ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય કેટલાક સમાજના દાનથી ઉભી થઇ છે.
આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા ઉભી થઇ હોવાથી દર્દીઓને અને એમના કોઇ સગા સંબંધીઓને કોઇ હાલાકી કે તકલીફ વેઠવી નહી પડે રાજયની સરકારે જે આરોગ્ય કાર્ડ આપ્યા છે તે કાર્ડ ચાલશે અને ગરીબ લોકોને નાણાના અભાવથી કોઇ કામ અટકશે નહી વધુમાં જણાવ્યું હતું કે જસદણના સ્થાનીક પત્રકારો જ યજમાન છે એવી રીતે કામ કરજો તા. 29 ના રોજ પી.એમ. આ હોસ્પિટલ ખુલ્લી મુકશે.