રોડ-રસ્તા, પાણી અને વીજળી સહિતની પ્રાથમિક જરૂરીયાતનો અભાવ
જસદણ તાલુકાનું આટકોટ ગામનો વ્યાપ અને વિસ્તાર સતત વધતા હોવાથી કેટલીક સુવિધાઓ અંગે આટકોટના યુવા આગેવાનો વિજયભાઈ ધમલ અને અલાઉદીનભાઈ ફોગએ પોતાનો મત વ્યકત કર્યો હતો. બંને આગેવાનોએ જણાવ્યું હતુ કે આટકોટની વસ્તી સરકારી ચોપડે ૧૨ હજાર છે. પણ વાસ્તવિકમાં આટકોટ ગામ શૈક્ષણીક સહિત અન્યનું હબ છે. આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા ઘણા વિકાસના કામો થયેલા છે. પરંતુ કેટલાક કામો વંચિત રહ્યા છે. ગામના હજુ કેટલાક વિસ્તારોનાં રોડ રસ્તા બાકી છે
દરેક વિસ્તારમાં પાણીના દાર કરાવી હેન્ડપંપ મૂકવાની જ‚રીયાત છે. આટકોટની પ્રજા માટે નર્મદા મહી યોજનાનું પીવા માટે પાણી પૂરતું મળે છે. પણ આટકોટ ગ્રામ પંચાયતમાં પાણીનો પોતાનો કહી શકાય એવો સ્ત્રોત નથી. આ માટેદાર કરાવી ફીલીંગ પોઈન્ટ અને ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરવો જોઈએ આ ઉપરાંત આટકોટ ગ્રામ પંચાયત પાસે પાણી સંગ્રહના સાધનો ઓછા છે.
તદ્ ઉપરાંત આટકોટમાં રમતગમત માટેનું એકપણ મેદાન નથી ગ્રામ્યજનોને હરવા ફરવા માટે એકપણ બાગ બગીચો નથી બાળકો માટે બાળ ક્રિડાંગણ પણ નથી શિક્ષણનું હબ ગણાતા આટકોટમાં વાંચવા માટે એકપણ લાયબ્રેરી નથી આમ આટકોટ ગામનું નામ વિવિધ સ્તરે છે. સાથે થોડા વર્ષોમાં વિકાસ પણ થયો છે.પરંતુ હજુ સુવિધા વધે એમાં તંત્રને અમો પણ સહયોગ આપીશું તેમ અંતમાં અલાઉદીનભાઈ ફોગ અને વિજયભાઈ ધમલ એ જણાવ્યું છે.