આગામી તારીખ 28મેંના રોજ આટકોટ ખાતે નિર્માણ પામેલ સૌરાષ્ટ્ર કક્ષાની કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશીયાલીટી લીટી હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. અમરેલી જિલ્લા સહિત બાબરા પંથક અને શહેરની જનતાએ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયાએ આહવાન કરી ડો ભરતભાઇ બોધરા વતી જાહેર જનતા ને આમંત્રણ આપ્યું છે.
અશોકભાઇ રાખોલીયા એ જણાવ્યું કે હોસ્પિટલમાં નહીં નફો નહીં નુકસાનીના ધોરણે ચલાવવાની છે તેમજ રાજકોટ જીલ્લો નહીં પરંતુ તમામ જીલ્લામાંથી કોઇપણ ગ્રામપંચાયતના સભ્ય હોય કે સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્ય હોય જીલ્લા પંચાયત ના સભ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા કે ગામન આગેવાન હોય તેની સાથે કોઇ દદી હોય અને પૈસા ન હોય ખરેખર ગરીબ હોય તો આગેવાનો ના કહેવાથી સારવાર કરી આપવામાં આવશે.
ડો ભરતભાઇ બોધરાએ હોસ્પિટલનું નિર્માણ કર્યું ત્યારથી દાનની સરવાણી વરી રહી છે અને અબજો રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે સોથી સવાસો જેટલા ટ્રસ્ટીઓના ફંડથી ફી સારવાર કરવામાં આવશે. પૈસાના અભાવે કોઈ દર્દી પાછા નહીં જાય. જો દર્દીઓ પાસે મા અમૃતમ કાર્ડ કે સરકારની અન્ય કોઈ લાભાર્થી સેવા મળતી હશે તો તે બંધ હશે તો હોસ્પિટલમાં જ ચાલું કરી દેવામા આવશે.
બાબરા ગામની બાજુમાં જ બનતી નિઃસ્વાર્થ સેવા ભાવે હોસ્પિટલનો લાભ લેવા અને દેશના વડાપ્રધાન જ્યારે આ હોસ્પિટનું લોકાર્પણ કરવા આવતા હોય તો આપણી બધા ફરજ બને છે આ પ્રસંગે ઉપસ્થિત રહી ડો ભરતભાઇ બોધરાના પ્રજાલક્ષી કાર્યોને આવકાવા ઉપસ્થિત રહેવુ પડે.