મોરબીમાં એક યુવકે વેચેલ ત્રણ પાડાના પૈસા માંગતા બે ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ લઈ યુવક પર તૂટી પડ્યા હતા. જેને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મહેન્દ્રનગર જુના ગામમા રહેતા મહીપાલ અજીતભાઇ પરમાર નામના યુવકે ગોપાલ ભુપતભાઇ મુધવા નામના ઉચી માંડલ ગામનાં શખ્સને આજથી આશરે ત્રણેક મહીના પહેલા ભેસોના નાના ત્રણ પાડા રૂપિયા 7000/- મા વેચેલ હતા.
અને તે રૂપિયા આપવા બાબતે યુવકે ગોપાલને કહેતા તે એકદમ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ શરીરે મુઢ માર મારવા લાગેલ હતો અને તે વખતે ગોપાલનાં એક મિત્ર સ્થળ પર બોલેરો ગાડી લઇ આવેલ અને બોલેરો ગાડીમાંથી લોખંડનો પાઇપ કાઢી ફરિયાદીને મારતા ડાબા પગમાં એક ટાકો આવેલ અને બન્ને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.