રશિયન યુવાન ઝયુઝીન વીટાલીએ જય દ્વારકાધીશના જયઘોષ સાથે કહ્યું ‘પરિવારના સભ્યની જેમ સરકાર કાળજી લઈ રહી છે’
દ્વારકામાં એક પણ કેસ ન હોવાથી સલામતી અનુભવતો રશિયન પરિવાર
અતિથિ દેવો ભવએ ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં પણ આંગણિયા પૂછીને આવનારને મીઠો આવકાર આપવાની પરંપરા વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાને ઉજાગર કરે છે. કોરોના વાઇરસ સંક્રમણને લીધે ભારત સહિત દેશ-દુનિયામાં થયેલા લોકડાઉનને લીધે ભારતની યાત્રાએ આવેલું ૬ વર્ષના બાળક સાથેનું રશિયન દંપતી દ્વારકામાં રોકાઈ જતા ગુજરાત સરકારના વહીવટીતંત્ર દ્વારા આ રશિયન પરિવારોની સારસંભાળ અને દરકાર વિવિધ સુવિધાઓ અને સવલતો આપીને કરવામાં આવી રહી છે.
દ્વારકામાં રોકાયેલા આ પરિવારમાં ૨૮ વર્ષીય ઝયુઝીન ગાલીનાને છ મહિનાની પ્રેગનેન્સી છે. તેણીના પતિ ઝયુઝીન વીટાલી એ જય દ્વારકાધિશ બોલી જણાવ્યું હતું કે અમો બીજી માર્ચથી અહીયા દ્વારકામાં રહયા છીએ. દ્વારકામાં અમોને ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ સારી સુવિધા આપવામાં આવી છે. દ્વારકા વહિવટીતંત્રએ અમારી ખુબ જ કાળજી લીધી છે. રશિયન પ્રવાસી ઝયુઝીન વીટાલી વધુમાં કહે છે કે મારી પત્ની ગાલીનાને છ મહિનાની પ્રેગ્નન્સી છે. જેથી મેડીકલને લગતી તમામ આરોગ્યની સુવિધાઓ તેને આપવામાં આવેલ છે. અમારા દેશમાં પણ કોરોના વાયરસ ફેલાયેલ છે. દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેઇસ ન હોવાથી અમે પરીવાર અહિયા સેઇફ ફીલ કરીએ છીએ. અમારો ત્રણ વર્ષનો પુત્ર સ્કવીઅટોસ્લવ પણ દ્વારકામાં ખુશ રહે છે અને સમગ્ર પરિવારજનોને અહીંનું વાતાવરણ ખૂબ ગમી ગયું છે અને વતન જવાની ઇચ્છા નથી થતી તે અંગે આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી . લોક ડાઉન પુરૂ થયા બાદ જ અમો અહીંથી જઇશું તેમ જણાવી રશિયન પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યકત કરેલ હતો.
દ્વારકા તાલુકા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. અંકિતા ગૌસ્વામી નિયમિત રીતે આ રશિયન દંપતી જ્યાં ટેમ્પરરી નિવાસ કરી રહ્યું છે ત્યાં રૂબરૂ જઇને સગર્ભા રશિયન મહિલાની આરોગ્ય તપાસ કરે છે. જરૂરી દવા આપે છે અને મામલતદાર બારહટ અને સ્ટાફ પણ મુલાકાત લઈને ખોરાકની તેમજ તેમની અન્ય જરૂરિયાતો અંગે હાલ હવાલ પૂછી કોઈપણ પ્રકારની ચિંતા નહીં કરવા અને તેમની જરૂરિયાતો અંગે પૂછપરછ કરે છે. મામલતદાર બારહટે જણાવ્યું હતુ કે, જેટલા વિદેશીઓ, યાત્રાળુઓ તરીકે અહી દ્વારકામાં આવ્યા છે અને કોવીડ-૧૯ને કારણે ફસાયા છે એ તમામ લોકોની કાળજીના ભાગરૂપે તેઓ અને ટી.એચ.ઓ.તેઓ જયાં રહયા છે તેની મુલાકાત લઇ ત્યાં વ્યવસ્થિત તેઓને રહેવાની, મેડીસીનની તથા તેઓનું ફુડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દ્વારકામાં બ્રાહમણ પરિવાર વ્રજધામ સોસાયટીમાં રહે છે તેમને ત્યાં તેમના મકાનમાં આ રશિયન પરિવાર રહે છે અને જાતે જ પોતાનો ખોરાક રાંધી લે છે.બહુ સારી રીતે રહે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી જેને પરિણામે આ રશિયન પરિવાર પોતાને સેઇફ ફીલ કરે છે. મોસ્કોનમાં પણ કોરોનાના કેસ છે. જેથી તેઓનો પોતાનો નિર્ણય છે કે અત્રે કોરોનાના કેસ ન હોવાથી અહીં રોકાવા માંગે છે. જેથી તેના ફુડની તથા મેડીકલ ચેકઅપ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું
દ્વારકા તાલુકા હેલ્થ ઓફીસર અંકિતા ગૌસ્વામીએ જણાવ્યું હતું કે અમે અને રેવન્યુ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે રશીયન ફેમિલીની વિઝીટ કરીએ છીએ. બહેનને છ મહિનાની પ્રેગનન્સી છે. જેને રેગ્યુલર મેડીસીન અને બીજી કોઇ આરોગ્યને લગતી જરુરીયાત હોય તો અમે મદદરૂપ થતા રહીએ છીએ. અત્યાર સુધીમાં સોનોગ્રાફી અને બ્લડ રીપોર્ટ કરાવેલ છે. સોનોગ્રાફી તથા બ્લડનાં બંને રીપોર્ટ નોર્મલ આવેલ છે. આવી પરિસ્થિતિમાં તે બહેનની પ્રસુતિ કરવાની થાય તો પણ તંત્ર દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ અને ખૂબ જ સારી રીતે સંભાળ રાખી ને એ પણ કરીશું તેમ જણાવ્યું હતું. જન્મનાર બાળક અને માતા બંનેની દરકાર રાખીશું તેમ જણાવ્યું હતું. તેઓને તમામ સુવિધા પુરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.