યોગીજીએ ભારે કરી:  કહી પે નિગાહે કહી પે નિશાના!!

યુપીની એસટીએફની ટીમે ઝાસીમાં અસદ અને શૂટર ગુલામ અહેમદનું એન્કાઉન્ટર કર્યું, કોર્ટ રૂમમાં પુત્રના મોતના સમાચાર મળતા જ અતિક ચોધાર આંસુએ રડ્યો 

યુપીમાં સાફસૂફી માટે દેશભરમાં નામના મેળવનાર યોગીએ વધુ એક સાફસૂફી કરી છે. એક તરફ અતિકનું એન્કાઉન્ટર થવાની વાતો વાયુવેગે પ્રસરી રહી હતી. તેવામાં જ જાણે યોગી સરકારે કહી પે નિગાહે ઓર કહી પે નિશાનાની જેમ અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ અહેમદને ઠાર કર્યા છે. જેને પગલે સમગ્ર યુપીમાં ચકચાર મચી ગઇ છે. આ ખબર મળતા જ કોર્ટ રૂમમાં અતિક ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

ઉમેશ પાલ હત્યા કેસમાં પાંચ લાખની ઈનામી રકમ અસદ અને શૂટર ગુલામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.  પ્રયાગરાજ એસટીએફની ટીમે બંનેને ઝાંસીમાં માર્યા.  ઉમેશ પાલની હત્યા બાદ પાંચ શૂટરો ફરાર થઈ ગયા હતા.  જેમાંથી અસદ અને ગુલામનું આજે એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસે ઘટનાના ચાર દિવસ બાદ અરબાઝને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.  6 માર્ચે ઉસ્માન ઉર્ફે વિજય એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

ઉમેશ પાલને 24 ફેબ્રુઆરી 2023ના રોજ તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.  સીસીટીવીમાં અતીક અહેમદના પુત્ર અસદ સહિત છ શૂટર્સ ગોળીઓ અને બોમ્બ ફાયર કરતા જોવા મળ્યા હતા.  બીજા દિવસે, ઉમેશની પત્નીએ અતીક, અશરફ, શાઇસ્તા, અતીકના પુત્ર, ગુડ્ડુ મુસ્લિમ, ઉસ્માન અને અતીકના કેટલાંક અજાણ્યા ઓપરેટિવ્સ અને સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

પોલીસે ઉસ્માન ઉર્ફે વિજય ચૌધરીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.  અસદ, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ, સાબીર અને અરમાન પર પાંચ-પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.  એસટીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે ઝાંસીમાં અસદ અને ગુલામની હાજરીની માહિતી પર ટીમે ઘેરાબંધી કરી હતી.  બંનેએ ફાયરિંગ કર્યું.  જવાબી ગોળીબારમાં બંનેના મોત થયા હતા.  તેની પાસેથી વિદેશી પિસ્તોલ મળી આવી છે.  અસદ અહેમદ સામે કેસ હતો અને પાંચ લાખનું ઈનામ હતું.  ગુલામ સામે છ કેસ હતા અને પાંચ લાખનું ઈનામ હતું.

ઉમેશ પાલની માતા શાંતિપાલે કહ્યું કે યોગીજીનો ખૂબ ખૂબ આભાર.  પોલીસે તેમની ફરજ બજાવી છે. જે પણ થયું છે તે કાયદાકીય ધોરણે નક્કી કરવામાં આવ્યું છે.  મારો આત્મા સંતુષ્ટ છે.

અસદ અતીક અહેમદનો ત્રીજો પુત્ર હતો.  ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અસદ અહમદનો ત્રીજો પુત્ર હતો.  મોટો પુત્ર ઉમર લખનૌ જેલમાં બંધ છે.  નંબર બે અલી નૈની જેલમાં છે.  ચોથા અને પાંચમા નંબરના સગીર પુત્રો બાળ સુધાર ગૃહ રાજરૂપપુરમાં છે.

ગુનેગારો સાથે ગુનેગારો જેવો જ વ્યવહાર : નાયબ મુખ્યમંત્રી

પૂર્વ સાંસદ અતીક અહેમદના પુત્ર અસદ અને તેના સહયોગી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેપી મૌર્યએ યુપી એસટીએફને અભિનંદન પાઠવ્યા છે.  કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે હત્યારાઓને સજા થશે તે નિશ્ચિત જ હતું.  તેમણે કહ્યું કે ગુનેગારો સાથે ગુનેગારો જેવો વ્યવહાર થવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.