આંતરરાષ્ટ્રીય એથ્લેટ નિસરીન પારીખ અને જીમના માલીક હાસિમ રાઠોડ દ્વારા સભ્યોને સર્ટીફીકેટ આપી સન્માનીત કરાયા

એથ્લેટીસઝમ ફીટનેશ કલબ દ્વારા પેટ્રીયા શુટસ ખાતે જીમના સભ્યો માટે કે જે લોકોએ પોતાના શરીરને ફીટ રાખવા અને ટાર્ગેટને પ્રાપ્ત  કરી  જીમનું પણ ગૌરવ વધાર્યુ હોય તેમના માટે એપ્રીસિએશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુનિયાભરમાં એથલેટમાં ખ્યાતનામ નિસરીન પારીખ ખાસ ઉ૫સ્થિત રહી સભ્યોને સર્ટીફીકેટ એનાયત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. સાથે એએફસીના માલીક હાસિમ રાઠોડ દ્વારા પોતાના શરીરને જ પ્રથમ પ્રોપર્ટી સમજી તેના પણ વધુને વધુ મહેનત કરવા અંગે માહીતી આપી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ નિસરીન પારીખે પણ પોતાનો અનુભવ અને ફીટ રહેવા માટેની સલાહ સુચનો પણ વહેચ્યા હતા. સાથે જીમના સભ્યો કે જેઓએ મહેનત કરી પ્રોપર ડાયટ પ્લાન કરી વેઇટ બુસ અને વેઇટ ગેઇન કર્યુ તેમને સર્ટીફીકેટથી સન્માનીત કરવામાં આવ્યા હતા. અને સાથે જીમમાં આવતા ખેલાડીયો જે ખેલ મહાકુંભમાં ઉત્કર્ષ પ્રદર્શન કર્યુ. તેવા ખેલાડીઓને પણ પ્રોપર પ્રેકટીસ અને તાલીમ આપી તેમની રમતમાં ઉજવળ ભવિષ્ય બને તે માટે માલીક હાસિમ રાઠોડ દ્વારા પર્સનલી ટચ આપવામાં આવે છે. કાર્યક્રમના અંતે સભયોએ ડાન્સ પાર્ટી અને ભોજન ગ્રહણ કરી મિજબાનીની મોજ માણી હતી.

અબતક સાથેની વાતચીતમાં એએફસી જીમના સભ્ય મૌલિક શાહે જણાવ્યું હતું કે હું એએફસીમાં છેલ્લા એક વર્ષથી મેમ્બર છું. જયારે હું એએફસી સાથે જોડાયો ત્યારે મારુ વજન ૧૨૫ કિલો હતુ અને સાથે બેક પેઇન અને કની પેઇનની પણ તકલીફો હતી. પરંતુ એએફસી જોઇન કર્યા પછી હાસિમ સરે મને શારીરિક અને માનસીક રીતે ટ્રેઇન કર્યો. હાસિમ સર અને મારી મહેનત થી આજ મને ખુબ આનંદની લાગણી અનુભવ થાય છે.

vlcsnap 2020 01 26 00h08m30s248

એએફસીમાં માત્ર ટ્રેઇનીંગ માટે નહિ પરંતુ પારિવારીક માહોલ જેવા વાતાવરણ સાથે પ્રેરણા પણ મળે છે ફીટ રહેવા માટે લોકોએ ડાયટ પર ઘ્યાન આપવું અને સમય ફાળવી કસરત પણ કરવી જોઇએ. આજના કાર્યક્રમમાં સભ્યોને જે સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા એ ગર્વની વાત છે.

અબતક સાથેની વાતચીતમાં હુડિયા મચ્છુ સભ્યએ જણાવ્યું હતું કે એએફસીમાં હું છેલ્લા બે વર્ષથી જોડાયેલો છું અને હાસિમ સર પાસે હું ફીટનેસ માટે ટ્રેઇનીંગ કરું છું. એક દોડવીર હોવાથી ફીટનેસ પર ઘ્યાન રાખવું જરુરી છે. જે બાબતે હાસિક સર મારા પર પર્સનલી તાલીમ આપી શારીરિક અને રનીંગ માટેની તાલીમ પર ઘ્યાન કેન્દ્રીત માટે ખુબ મદદરુપ થાય છે.

vlcsnap 2020 01 26 00h07m42s17

હાસિમ સર મને સાયન્ટીફીકેટલી હેલ્થ તો કરે છે સાથે મોટીવેશન અને ફીટનેસમાં પણ ખુબ મહેનત કરે છે સાથે રમત સાથે શરીર કેમ ફીટ રાખવું તેની ગાઇડ લાઇન્સ પણ પુરુ પાડે છે. આજ રોજ એએફસી અને હાસિક સર દ્વારા અમારા પરર્ફોમેન્ટ પર ઘ્યાન આપી સર્ટીફીકેટ આપી સન્માનીત કર્યાને ગર્વની લાગણી છે.

જીવનમાં શરીર એ જ પ્રથમ પ્રોપર્ટી હોવી જોઇએ: એએફસી ઓનર હાસિમ રાઠોડ

vlcsnap 2020 01 26 00h07m31s172

અબતક સાથેની વાતચીતમાં એએફસી ઓનર હાસિમ રાઠોડે જણાવ્યું હતું કે એએફસી દ્વારા મેમ્બરર્સના ઉત્કર્ષ પ્રદર્શનથી પ્રભાવિત એક એપ્રેસીયેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના લોકો માટે જીમમાં જાવું થર્ડ પ્રાયોરીટીમાં આવે છે. પરંતુ એએફસીમાં આવતા લોકો ફીસ ભરીને જો આવતા હોય તો પોતાની બોડી પ્રથમ પ્રોપર્ટી હોય તો તેના પ્રત્યે સન્માન રહેવું જરુરી છે. તમે તમારા બોડીને ફીટ રાખો છો તો તમે અન્યને પણ પોઝીટીલ વાઇરસ આપી શકો છો. બસ આ જ સંકલ્પને સાર્થક કરવા માટે એએફસીના મેમ્બરને ટાગેટ આપવામાં આવ્યો હોય છે અને મેમ્બર ટાર્ગેટ પાર પાડે એ મારા

માટે ખુબ ગર્વની વાત છે જેના માટે તે લોકોને સર્ટીફીકેટ આપી બિરદાવામાં આવે છે. એએફસી ફીટનેસ લેવલે અલગ એટલે છે કે હું ખુબદ ઓનર હોવાથી તમામ મેમ્બર્સ સાથે પ્રર્સનલી ટચ આપતા હોવાથી મેમ્બર્સને તેના ટાગેટ સુધી પહોચાડી શકીએ છીએ.

જીવનના હર એક ક્ષણમાં શું કરીએ છીએ તે આવનારા  ક્ષણ માટે મહત્વનું છે: એથલેટ નિશરીન પારીખ

vlcsnap 2020 01 26 00h07m27s123

અબતક સાથેની વાતચીતમાં ઇન્ટશનેશનલ એથલેટ આઇડલ નિસરીન પારીખે જણાવ્યું હતું કે રાજકોટમાં એએફસીના કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહી ખુબ આનંદની લાગણી અનુભવ થાય છે. એએફસીના હાસિમ રાઠોડે પોતાના જીમ દ્વારા લોકોનું જીવન સારુ બનાવવાની કોશિશ કરી છે. હાસિમ રાઠોડ ઇચ્છે તો જોન અબ્રાહમને પણ આમંત્રણ આપી શકે તેમછે છતાં પણ તેમણે મને નિમંત્રણ આપ્યું હતું. જેમ ઉમર વધતી જાય છે તેમ શરીરનેફીટ રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે જે બાબતે હું હાસિમ રાઠોડ અને લોકોને પરિવર્તન લાવું પડે તેમ છે. પોતાની ફીટનેસ વિશે જણાવતાં નિસરીન પારીખે જણાવ્યું હતું કે જીવનની હર એક ક્ષણમાં અવનારા ક્ષણનું મહત્વ રહ્યું છે.

એક એક ક્ષણને માણવી જરુરી છે. પ૦ વર્ષની ઉમ્રે મે એથ્લીટ માટે શરુઆત કરી હતી હાલ હું ભારતને એથ્લીટ ચેમ્પીયનશીપમાં રિપ્રેમેન્ટ કરું છું. પહેલા હું હાઉસ વાઇફ હતી અને ૧પ વર્ષની ઉમરે કરાટે બ્લોક બેલ્ટ બની ત્યારથી હું ફીટનેસને પ્રાધાન્ય આપું છું. તમે જે અભ્યાસ કરો છો તેને જીવનમાં ઉતારો તો તમે આઇડલ તરીકે છાપ છોડી શકો છો. સારુ ખાવા પીવામાં ઘ્યાન રાખવાથી તમે ફીય રહી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.