કોમલ મકવાણાએ રિધેમેટિક પેરમાં પ્રથમસ્થાન સાથે મેળવ્યો ગોલ્ડ મેડલ

તાજેતરમાં ગુજરાત તથા કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 36 નેશનલ ગેમ્સ 2022માં “ધ ડીવાયન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના” 3 ખેલાડીઓએ યોગાસન ગેમ્સમાં ભાગ લીધેલ હતો.

‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના આયોજકોએ વિશેષ વિગતો આપી હતી. જેમાં કોમલ ભુપેન્દ્રભાઈ મકવાણાએ રિધેમેટિક પેરમાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે, અને આર્ટિસ્ટિક ગ્રુપમાં દ્વિતિયા સ્થાન સાથે સિલ્વર મેડલ મેળવેલ છે, અંકિત જેન્તિભાઈ ગમઢાએ આર્ટિસ્ટિક ગ્રુપમાં તૃતીયા સ્થાન સાથે બ્રોંજ મેડલ મેળવેલ છે અને ધર્મીષ્ઠા ભુપતભાઇ વાઘેલાએ આર્ટિસ્ટિક ગ્રૂપમાં દ્વિતિયા સ્થાન સાથે સિલ્વર મેડલ મેળવેલ છે.

આ તમામ ખેલાડીઓએ યોગાસનમાં સમગ્ર ગુજરાત રાજ્ય, રાજકોટ જિલ્લો, તેના માતા-પિતા પરિવાર, કોચ અને અત્યાર સુધીમાં જેને જેને માર્ગદર્શન આપ્યું તે દરેકનું નામ રોશન કર્યું છે.

આ તકે “ધ ડીવાયન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો” મેનેજિંગ ડાયરેક્ટર તથા કોચ હાર્દિક પટેલ, અર્જુન ઠાકર તથા  ચાંદનીબેન મેહતા તથા “રાજકોટ યોગાસન સ્પોર્ટ્સ એસોસીએસન” ક્ધવીનર પિયુષ કુમાર જાડેજા અને મેમ્બર મીતાબા પી. જાડેજા, દીપકભાઈ તળાવિયા અને એસોસીએશનના દરેક મેમ્બર વિજેતા ખેલાડીઓને હાર્દિક શુભકામના પાઠવે છે અને આવી જ રીતે ખૂબ આગળ વધતા રહે અને પોતાના રાજ્ય તથા દેશનું નામ રોશન કરતાં રહે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.