ધ ફયુઅલ સ્ટાર સ્પોર્ટસ કલબ દ્વારા

વિજેતાને મેડલ, સર્ટિફિકેટ તેમજ રોકડ પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે

ધ ફયુચર સ્ટાર સ્પોર્ટસ કલબ રમત ગમત ને પ્રોત્સાહન પુરુ પડતું એક એવું કલબ છે જે નવા ઉભરતા અને હાલમાં પ્રેકટીસ કરતા ખેલાડીઓને સ્પર્ધાનું માઘ્યમ આપી આગમી રમતી સ્પર્ધા માટે પ્રેરણા આપતું હોય છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આવા જ શુભ આશય થી રમતગમત ને વધુ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત ભરની રમત ગમત પ્રિય જનતા માટે આગામી તા. 16-4 રવિવારના રોજ રાજકોટના આંગણે રાજકોટને ચાર ચાંદ લાગી જાય તેવું એક ભવ્ય અને સુંદર મજાનું સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન ધ ફયુચર સ્ટાર સ્પોર્ટ કલબ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ રાજકોટ ખાતે  તથા ઓપન ગુજરાત એથલેટીકસ ચેમ્પિયનશી-ર3, ર3 મી એપ્રલિ 2023 ના રોજ રવિવારએ એથ્લેટીકસ ગ્રાઉન્ડ રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાશે. ગુજરાત ભરના પણ ખેલાડી તથા બહેનો ભાગ લેવા આવશે.

વિવિધ એઇજ ગ્રુપમાં સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેના એઇમ ગ્રુપ 11 વર્ષથી 60 વર્ષ સુધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. દરેક ખેલાડી કોઇપણ બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે. તથા ફોમ ભરતી વખતે કોઇપણ એક જન્મ તારીખ નો પુરાવો આપવાનો રહેશે. સ્વીમીંગ માટે કોચ જીજ્ઞેશભાઇ રાવલ મો. નં. 97149 99393 પર સંપર્ક કરવાનો રહેશે. જેમાં દરેક એઇમ ગ્રુપમાં પ્રથમને 1પ00 દ્વિતીયને 1000 અને તૃતીયને 500 રોકડ પુરસ્કાર તથા મેડલ  સર્ટીફીકેટ આપવામાં આવશે.દરેક ખેલાડી કોઇપણ બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે. તથા ફોર્મ ભરતી વખતે કોઇપણ એક જન્મ તારીખનો પુરાવો આપવાનો રહેશે. એથ્લેટીકસ માટે કોચ મુનાફભાઇ બુખારી મો. નં. 99099 20091 પર સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.