અસ્થીકુંભ યાત્રા દરમિયાન અટલજીના અસ્થીના અંતિમ દર્શન માટે સ્વયંભુ માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ
આજરોજ ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઇજીના અસ્થીકુંભ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ દ્વારા દરેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષને અર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને છ અસ્થીકુંભ અર્પણ કરવામાં આવ્યા હતા.
જે પૈકી એક અસ્થીકુંભ નું આજરોજ સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ તથા બીજા પાંચ અસ્થીકુંભ નું આગામી ૩૦ ઓગષ્ટ સુધીમાં ગુજરાતની પાંચ પવિત્ર નદીઓમાં વિસર્જન કરવામાં આવશે.પવિત્ર સાબરમતી નદીમાં આદરણીય અટલજીના અસ્થી વિસર્જન કરવામાં આવ્યા હતા. અસ્થીકુંભ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબીનેટ મંત્રી કૌશીકભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા, મેયર, સંતો-મહંતો સહીત અનેક મહાનુભાવો યાત્રામાં જોડાયા હતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ અટલજીની અસ્થીકુંભ યાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયેલ સૌ અટલપ્રેમી નગરજનો તથા કાર્યકરોનો વંદનસ: ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અસ્થી વિસર્જન બાદ જણાવ્યુ હતુ .
કે, સાબરમતી નદીમાં જ્યાં આદરણીય અટલજીના અસ્થી વિસર્જન કરવામાં આવ્યા છે તે સ્થળનું નામ અટલજીની યાદમાં અટલ ઘાટ રાખવામાં આવશે. અટલજી ખરા અર્થમાં એક રાષ્ટ્રનાયક તથા લોકહદય સમ્રાટ હતા. તેઓ સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના જીવનકવન દ્વારા હરહંમેશ આપણને સૌને માર્ગદર્શન મળતું રહેશે.