• અટલ સરોવરનું 52 ટકા કામ પૂર્ણ, જયારે રોબસ્ટ ઇન્ફ્રાસ્કચરનું 66 ટકા કામ પૂર્ણ ભારતમાં બે જ શહેરમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ હાથ ધરાયાં જેમાં રાજકોટનો સમાવેશ
  • અટલ સરોવરનું 52 ટકા કામ પૂર્ણ, જયારે રોબસ્ટ ઇન્ફ્રાસ્કચરનું 66 ટકા કામ પૂર્ણ ભારતમાં બે જ શહેરમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ હાથ ધરાયાં જેમાં રાજકોટનો સમાવેશ

રાજકોટ મહાનગરપાલિકાનો દિન પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે સૌથી ઝડપથી વિકસતા દુનિયાના 100 શહેરોમાં રાજકોટ સિટીનું સ્થાન ગણાવાઇ રહ્યું છે. ત્યારે રાજકોટમાં સ્માર્ટ સિટીના પ્રોજેકટમાં રૈયા ખાતે રોબસ્ટ ઇન્ફાસ્ટ્રકચર અટલ સરોવર અને માસ્ટર સિસ્ટમ ઇન્ટીગ્રીન સહિતના પ્રોજેકટનો સમાવેશ થાય છે. જે તમામ પ્રોજેકટના કામો પૂર ઝડપથી ચાલી રહ્યો છે. જેમાં અટલ સરોવરમાં 52 ટકા જેટલી કામગીરી છે. જયારે રોબોસ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ગ્રીજ ફિલ્મ પ્રોજેકટ છે. જેમાં 66 ટકા જેટલી કામગીરી થઇ છે. વર્ષના અંત સુધીમાં બન્ને મહત્વના પ્રોજેકટ પૂર્ણ થવાની શકયતાઓ સેવાઇ રહી છે.

da62b903 ed2a 498b 889a 2ba57c14e3b0

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં ટી.પી. સ્કીમ 3ર તૈયાર કરી સરકારમાં રજુ કરવામાં આવી હતી. જેમાં સદરહું ટીપ. 930 એકરમાં તૈયાર કરવામાં આવેલ છે. જેમાં હાલ એેરીયા બેઇઝડ ડેવલપમેન્ટ હેઠળ અટલ સરોવર, આંતર રાષ્ટ્રીય ધોરણના ક્ધવેશન કમ એકઝીનીશન સેન્ટર, ન્યુ રેસકોર્સ, સ્માર્ટ એન્ડ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ જેમાં વોટર, મુખ્ય રસ્તા, બી.આર.ટી. એસ. કોરીડોર, યુટીલીટી ડ્રાફટ, એડોર્ડેબલ હાઉસીંગ વગેરે તથા બે મેગાવોટ કેપસીટીના સોલાર પ્રોજેકટ વગેરેનો સમાવેશ થાય છે.

સાથો સાથ એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. જેમાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, બેઇઝ ર લેઇ-3 નું ડેવલોપમેન્ટ ગ્રીન ફીલ્ડ એરિયામાં આઇકોનિક વિકાસ હેઠળ ઇન્ડોર અને આઉટ ડોર સ્ટેડિયમ સાથે સ્પોર્ટર એરેનાનું કામ, પાકર્સ અને ગાર્ડનનું કામ,  ટ્રસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

રોબસ્ટ ઇન્ફાસ્ટકચર ડેવલપમેન્ટ પ્રોજેકટ રૂપિયા 548 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ

હાલ રૈયા ટીપી-3રમાં સ્માર્ટ સીટી વિસ્તારને કુલ ર1 કી.મી. માં રોડ નેટવર્ક સમગ્ર સીવરેજ, વોટર સપ્લાય, રી-સાયકલ,, વોટર નેટવર્ક, સ્ટોર્મ વોટર નેટવર્ક, પાવર ડકટ વગેરે અત્યાનુધીન સુવિધાઓનું નિર્માણ પ્રગતિમાં છે. જેની પ0 ટકા જેટલી ભૌતિક પ્રગતિ થઇ છે તથા પ0 ટકા જેટલી નાણાકીય પ્રગતિ થઇ છે. રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રોજેકટ રૂ. 548/- કરોડ ના ખર્ચે નિર્માણ પામશે. જેનું કામ એલ.એન્ડ. ટી. ક્ધસ્ટ્રકશન કંપનીને સોપવામાં આવ્યું છે.

અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેકટ રૂ.136 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છેે

હાલ રૈયા સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેકટ હેઠળ કુલ 2,93,500 ચો.મી. ક્ષેત્રફળનો વિસ્તાર એમ્યુઝમેન્ટ પાર્ક તરીકે ફેટીઝ, વ્હીલ, ટોય ટ્રેન, એમ્ફીથીએટર, લબીરીન્થ ગાર્ડન, પાર્ટી પ્લોટ, ફાઉન્ટેશન શો, બોટાનિકલ ગાર્ડન, ફલાવર બેડ વગેરે આકર્ષક નિર્માણ પામી રહ્યો છે. 2020 થી અટલ સરોવરનું કામ શરુ કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં 60 ટકા જેટલી ભૌતિક પ્રગતિ અને 50 ટકા થી વધુ નાણાંકિય પ્રગતિ થયેલ.

સ્માર્ટ સિટીનો ફીઝીકલ અને ફાઇનાન્સીયલી પ્રોગ્રેસ ઘણો સારો છે: મેયર ડો.પ્રદિપ ડવ

vlcsnap 2022 05 12 13h38m16s273

‘અબતક’ સાથેની વાતચીતમાં મેયર ડો. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે રાજકોટમાં નવા 1પ0 ફુટ રીંગ રોડ પર પ00 કરોડના ખર્ચે સ્માર્ટ સીટી પ્રોજેકટની કામગીરી ચાલુ છે. જેમાં અટલ સરોવર, લાઇટ હાઉસ પ્રોજેકટનો સમાવેશ થાય છે. અટલ સરોવર પાસે પાર્ટી પ્લોટ, ફૂડ ઝોન, ઉપરાંત રાઇડો બાળકોની લઇ વડીલો તમામ વર્ગના લોકો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા સાથેની પ્રોજેકટની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં આઇ.ટી. પાર્ક બની શકે તે માટે રાજય સરકાર મહાપાલિકા તે દિશામાં આગળ વધી રહ્યું. આગામી ડિસેમ્બર અંત સુધીમાં અટલ સરોવર તથા સ્માર્ટ સીટીના 52 ટકા કામગીરી થઇ છે. ગ્રીન ફીલ્ડ એરિયામાં આંગણવાડી, બસ સ્ટોપ, કોમર્શીયલ કોમ્પલેક્ષો, શાળાઓ સહીતની સુવિધાઓ સ્માર્ટ સિટી પ્રોજેકટ મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવનાર છે.

રૈયા મોટો વિસ્તાર છે ત્યારે રોડ રસ્તા બનાવ્યાં છે. તળાવ બનાવી રહ્યાં છીએ. તેથી ખોદાણની કામગીરી ઘણા સમયથી ચાલુ હતું. પરંતુ હાલના તબકકે 65 ટકા કામગીરી પુરી થઇ છે. આગામી ડિસેમ્બર સુધી કામ પૂર્ણ થશે. 2023માં રાજકોટની જનતાને નવું નજરાણું મળી જશે. સ્માર્ટ સીટી રેન્કીંગ આપવામાં આવતું હોય છે. જેમાં ફીઝીકલી સ્થળ પર કેટલું ડેવલોપમેનટ થયેલું છે. સાથો સાથ ફાઇનાન્સ્યલી બિલીંગ બાબતો પર રેકીંગ અપાતા હોય છે. ઘણી વખત કામગીરી ચાલુ હોય પરંતુ બિલ પેઇડ થવું હોય તો રેકીંગ પાછળ જતો હોય છે. આખો પ્રોજેકટ કેટલા સમયમાં પૂર્ણ થાય. ફાઇનલ રેકીંગ તેના મુજબ થતું હોય છે? હાલ ફીઝીકલ અને ફાઇનાન્સ્યલ પ્રોગ્રેસ ઘણો સારો થયો છે. અટલ સરોવર માટે 1પ0 કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવી રહ્યું છે.

શહેરના સૌથી મોટા અટલ સરોવરને કરવામાં આવી રહ્યું છે ડેવલોપ: ડે.કમિશનર સી.કે.નંદાણી

vlcsnap 2022 05 12 13h23m41s542

‘અબતક’ સાથેની વાતચીતમાં ડે. કમિશ્નર સી.કે. નંદાણીએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી અંતર્ગત મુખ્યત્વે બે મહત્વના પ્રોજેકટ જેમાં ઇન્ફોમેન્શન ટેકનોલોજીને લગત પ્રોજેકટ અને અન્ય પ્રોજેકટ અન્ય પ્રોજેકટની વાત કરીએ તો તેમાં બે પ્રોજેકટ પર કામ થઇ રહ્યું છે. અટલ સરોવર અને રોબસ્ટ, રોબસ્ટ ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ છે. ભારતમાં બે જ શહેર પાસે આ પ્રકારનો ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ છે. જેમાં ચાર સ્કવેર કિલોમીટર એરીયામાં વિશેષ માળખાકીય સુવિધા ઉભી કરી રહ્યા છીએ. આ પ્રોજેકટમાં 66 ટકા જેટલી ભૌતિક પ્રગતિ થઇ છે અને પ0 ટકા જેટલી નાણાકીય પ્રગતિ થઇ વર્ષના અંત સુધીમાં પ્રોજેકટ પૂર્ણ થશે તેવી ખાતરી છે. તે જ રીતે અટલ સરોવરમાં 52 ટકા જેટલી ભૌતિક પ્રગતિ અને પ0 ટકા થી વધુ નાણાકીય પ્રગતિ થયેલ.

રાજકોટમાં પહેલા બે જ તળાવો હતા. હવે બીજા ત્રણ તળાવો સ્માર્ટમાં એડ કરેલ.  તેમાં સૌથી મોટું અટલ સરોવરને ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. તેથી વિશિષ્ટ આકર્ષણ ઉભુ થશે. ત્રીજો આઇટીનો પ્રોજેકટ છે. જેમાં સીસી ટીવી કેમેરા, સ્માર્ટ બસ સ્ટોપ, જે આઇ.ટી.એમ. એસ. પ્રોજેકટ પૂર્ણ થયાં છે. હાલ બે પ્રોજેકટ સ્માર્ટ પાકિંગ તથા બે સોફટવેર ખરીદીના પ્રોજેકટ અમલીકરણમાં છે તે પણ ટુંક સમયમાં પૂર્ણ થશે. આપણે પુરા શહેરમાં ઇન્ટરનેટની ગ્રીડ લગાવી રહ્યાં છીએ. તે કામની પ0 ટકા થી વધુ પ્રગતિ થઇ છે.

સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ભારતભરમાં ચેેેલેન્જીસ આવી રહ્યાં છે. ખાસ કરીને ટેન્ડરના સ્પેસીફીકેશનની અમલવારી અલગ હતી. તેના કારણે ઇનીશ્યલ રાજકોટ મહાનગરપાલિકાને ચેલેન્જીસ આવી રહ્યાં હતા. હાલ તે પ્રશ્ર્નોના નિરાકરણ થઇ રહ્યાં છે. અને કામની પ્રગતિ થઇ રહી છે.

ભારત સરકારનો મુળ હેતુ હતો. કે પહેલા 100 શહેરોને સ્માર્ટ સીટીમાં ગણવામાં આવેલ હાલ 11પ શહેરો સ્માર્ટ સીટી રેકોગ્નાઇઝ થયેલાં છે. તેમાં વિશિષ્ટ પ્રકારની સ્માર્ટ સુવિધા ઉપલબ્ધ કરીને ભારત માટે લાઇટ હાઉસ તરીકે પ્રોજેકટ ડેવલોપ કરવાનો હતો. જેને લીધે બીજા શહેરો પણ તેને અમલી કરી શકે આઇ.ટી. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકોને ફાયદો થાય તે હેતુ હતો.

દા:ત. રાજકોટ મહાપાલિકાએ રાજકોટ પોલીસ સાથે સીસી ટીવીનો પ્રોજેકટ પૂર્ણ કરેલ તેના ફાયદાઓ આપણને મળી રહ્યા છે. સ્માર્ટ બસ સ્ટોપ માટેની માંગણી આવી રહી છે.  100 ટકા બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપમાં ક્ધવર્ટ કરવામાં આવે. તે સેઇફ છે. કેમેરા છે મહિલા મુસાફરોને ફાયદારુપ બાબતો છે. તથા કયારે બસ આવશે તેની જાણકારી મળી રહી છે.

WhatsApp Image 2022 05 20 at 6.49.15 PM

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.