એઇમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અને બીજેપીના અગ્રણી નેતા અટલ બિહારી વાજપેયીજીની તબિયત નાજૂક છે. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થયમાં કોઈ સુધારો નથી. હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. આજે હવે થોડી વારમાં જ હોસ્પિટલ દ્વારા વાજપેયીજીનું હેલ્થ બુલેટીન રજૂ કરવામાં આવશે. આજે સવારે ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ તેમની તબિયત વિશે જાણવા હોસ્પિટલ પહોંચ્યા છે.
Senior BJP leader LK Advani and daughter Pratibha Advani arrive at All India Institute of Medical Sciences where former Prime Minister Atal Bihari Vajpayee is admitted. Vajpayee’s condition is critical & he is on life support system pic.twitter.com/QgeG9isWDg
— ANI (@ANI) August 16, 2018
એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં એક ટીમ સતત વાજપેયીજીના સ્વાસ્થય પર નજર રાખી રહી છે. એમ્સ તરફથી બુધવારે સાંજે રજૂ કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સ્થિતિ નાજૂક છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. તેથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે સાંજે હોસ્પિટલ પહોંચીને તેમની તબિયત વિશે માહિતી લીધી હતી. વડાપ્રધાન મોદી અંદાજે 50 મિનિટ સુધી હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. પક્ષ-વિપક્ષના તમામ નેતાઓએ ટ્વિટ કરીને વાજપેયીજીને દીર્ધાયુની પ્રાર્થના કરી હતી. વાજપેયીજીના પરિવારના નજીકના લોકો પણ હોસ્પિટલમાં હાજર છે.