NCP નેતા નવાબ મલિક છેલ્લા સમયથી ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. NCB અધિકારી સમીર વાનખેડે પર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. 2 દિવસ પહેલા જ દ્વારકામાં સાડા ત્રણસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.
આ બધા આરોપ લગાવ્યા બાદ નવાબ મલિક ગુજરાતમાં પકડાયેલા ડ્રગસ વિશે અને ગુજરાતની સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમના ઊઠવેલા પ્રશ્નોમાં ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણાનું ડ્રગ્સ કનેક્શન હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ જીતુ વાઘાણી બાદ હર્ષ સંઘવીએ આ અંગે નવાબ મલિકને ટ્વિટ દ્વારા વળતો પ્રહાર કર્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ દ્વારા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને વળતો જાવાબ આપ્યો કે, ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડે તે પહેલા સજ્જાદની ધરપકડ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. મને ગર્વ છે ગુજરાત પોલીસ પર. ડ્રગ્સના લીધે ગુજરાતની યુવાપેઢીનું જીવન બગડે તે પહેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. સજ્જાદ વર્ષોથી શાકભાજીની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રીએ નવાબ મલિકના આક્ષેપ પર કર્યું ટ્વીટ
મલિક જી, અત્યાર સુધી ડ્રગ વેચનાર સજ્જાદ કોના ઈશારે મુંબઈમાં ડર વગર ડ્રગ્સનો ધંધો કરતો હતો? તેની તપાસ કરાવો. ગુજરાત પોલીસ પર મને ગર્વ છે કે તેમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પકડી પાડ્યું.