દુધનું દુધ!

દુધ કેલ્શિયમનું શ્રેષ્ઠ માધ્યમ હોય તેનો નિયમિત પીવાથી હાડકા અને દાંત મજબુત બને છે

તમામ આરોગ્ય શાસ્ત્રોમાં દૂધને આરોગ્ય પ્રદ ગણાવીને સારા આરોગ્ય માટે નિયમિત દૂધ પીવાની સલાહ આપવામાં આવી છે. નિયમિત દુધ પીવાથી શરીરના હાડકા અને દાંતને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે જેથી હાડકા અને દાંત મજબુત થાય છે. સામાન્ય રીતે ભારતીય લોકો નાસ્તામાં કે રાત્રે સુતાપહેલા નિયમિત પણે દુધ પીતા હોય છે. પરંતુ કયાં સમયે નિયમિત દુધ પીવું આરોગ્ય માટે ગુણકારી છે. તે અંગે વિવિધ મેડીકલ ફેકલ્ટીના નિષ્ણાંતોનું મંતવ્ય અલગ અલગ છે.

દેશના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. રંજન રાજાણીના મત મુજબ દુધ હાડકા અને દાંત માટે અમૃત સમાન છે. કારણ કે તેમાં કેલ્શિયમનો વિશાળ સ્ત્રોત હોય છે. ઉપરાંત દુધમાં અનેક વિટામીન અને ખનીજો ઉપલબ્ધ હોય છે. મોટાભાગના એથ્લેટીકસો તેમના વર્કઆઉટ પછી દુધ પીવે છે કારણ કે તેનાથી શરીરમાં જરૂરી પોષક તત્વો ફરીથી પ્રાપ્ત થાય છે. દૂધ શારીરીક પ્રવૃત્તિ દરમ્યાન શરીરમાં ઓછા થયેલા પ્રવાહીના સ્તરને ફરીથી પૂર્ણ કરે છે. જો કે, દૂધમા લેકરોઝ હોય તેની એલર્જી ધરાવતા લોકો માટે દૂધ પીવું હિતકારક નથી. પરંતુ દરરોજ સવારે એક ગ્લાસ દૂધ પીવાથી શરીમાં હાઈડ્રેશન જળવાઈ રહે છે. અને દિવસભર સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

7537d2f3 19

અન્ય એક જાણીતા તબીબ ડો. મનીષ મનનના મંતવ્ય મુજબ દરરોજ દુધ પીવું સ્વાસ્થ્યપ્રદ છે. ખાસ કરી બાળકો માટે કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત તરીકે અતિગુણકારી છે. દુદમાં બાળકોનાં શારીરીક માનસીક વિકાસને પ્રોત્સાહન આપનારા અનેક પરિબળો આવેલા છે. મધ્ય અને દક્ષિણ અમેરિકન, ન્યુઝીલેન્ડ અને જાપાનમાં થયેલા વિવિધ અભ્યાસોમાં પૂરવાર થયું છે. દુધ પીનારા બાળકોની ઉંચાઈ દુધ નહી પીનારા બાળકો કરતા વધારે હોય છે. દુધમાં ટ્રિપ્ટોફનનું પ્રમાણ વધુ હોવાથી બાળકોનાં વિકાસને વધારે પ્રોત્સાહન પૂરૂ પાડે છે. જેથી બાળકોને દિવસમાં સવારે અને રાત્રે સુતા પહેલા બે વખત દુધ પીવરાવવું અતિ ગુણકારી છે.

જયારે દેશના જાણીતા અન્ય એક બાળરોગ નિષ્ણાંત ડો. સુદીપ ચોધરીના મંતવ્ય મુજબ બાળક એક વર્ષ કરતા નાની વયનો તેના માટે નિયમિત દૂધ અતિ ગુણકારી છે. પરંતુ એક વર્ષ બાદ ફીડીંગ છૂટયા બાદ દરરોજ વધારે પડતી માત્રામાં બાળકને દૂધ આપવું આરોગ્ય પ્રદ નથી દુધમાં પોષક દ્રવ્યોની સારી માત્રા નથી ઉપરાંત તેમાં કેલેરીની માત્રા વધારે છે. જેથી બાળકોને વધારે દૂધ આપવાથી સારૂ પોષણ મળતુ નથી. અમે એક દિવસમાં એક ગ્લાસ દૂધ પીવાની અને તે પણ રાત્રે સુતા પહેલલા પીવાની સલાહ આપીએ છીએ નાસ્તામાં દૂધ આપવાથી ગેરલાભ એ થાય છે કે બાળકની ભૂખ મરી જાય છે. જેથી બાળક ખોરાકમાથી સંપૂર્ણ પોષણ મેળવી શકતો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.