“તું આવી જજે”
મારા શબ્દની અધૂરપ છલકાય જ્યાં,
ત્યાં લાગણી બનીને તું આવી જજે,
હકીકતે ન જોઈ શકું તને તો શું ?,
બસ સ્વપ્નમાં તુ આવી જજે.
પાનખરના વૃક્ષની ડાળીઓ પર,
કદીક વસંત બનીને આવી જજે,
આકરો લાગે છે આ તાપ મને,
તું બનીને વર્ષા ભીંજાવી જજે.
તણાવથી ભર્યા રહેતા જીવનમાં,
એક સાંજ બનીને આવી જજે,
છવાય અંધકાર જ્યારે આ નભમાં,
ત્યારે સવાર બનીને આવી જજે.
ઉદાસી છવાય જ્યારે આ મુખ પર,
બનીને મુસ્કાન તું આવી જજે,
દુઃખના અસીમ સાગરની વચ્ચે,
એક ખુશીની લહેર જગાવી જજે.
કદમ કોઈ ખોટુ ઉપાડું જ્યારે,
ફરિયાદ બનીને તું આવી જજે,
જીવનની કડવાશ ના ઘૂંટની વચ્ચે,
મધુર યાદ બનીને તું આવી જજે.
આયુષી સરાડવા (રાજકોટ)
તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.