આજના સમયમાં ટેક્નોલોજીનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે તેના લીધે મોબાઇલનો ઉપયોગમાં પણ વધારો થયો છે. દરેક કામને આજે મોબાઇલ સાથે જોડી દેવામાં આવ્યું છે. તેથી આજે નાના મોટા સૌ કોઈના હાથમાં મોબાઇલ દેખાય જ છે. પણ આ મોબાઇલ આપણાં માટે કેટલો ભયાનક છે એ બહુ ઓછા લોકો જ જાણે છે. તેમાં પણ ખાસ કરીને બાળકોને તો મોબાઇલ થી દૂર રાખવા જોઈએ.
માતા પિતા જ બાળકને કેટલી મર્યાદાઓમાં છૂટ આપવી તે નક્કી કરવા માટે જવાબદાર હોય છે. અત્યારે જ્યારે ટેક્નોલોજીના ઉપયોગ વધતો જાય છે ત્યારે બાળકોને મોબાઇલના ઉપયોગમાં મર્યાદા આપવી અને તેનું પાલન કરવું ખૂબ જ અઘરું બની ગયું છે. આપણે પોતે પણ લાંબો સમય મોબાઇલના ઉપયોગ કરીએ છીએ અને અગત્યનું કામમાં ઓછું ધ્યાન આપીએ છીએ ત્યારે બાળકને કેટલો સમય મોબાઇલ આપવો જોઈએ તે નક્કી કરી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
દરેક માતા પિતા અસમંજસમાં હોય છે કે પોતાના બાળકને ક્યારે અને કેટલો સમય મોબાઇલનો ઉપયોગ કરવા આપવો. જ્યારે અમુક માતા પિતા એ અસમંજસ માં હોય છે કે બાળકને મોબાઇલ આપવો કે નહીં અને આપવો તો કઈ ઉમરે બાળકોને મોબાઇલનો ઉપયોગ કરવા આપવો? કેમ કે અત્યારે તો સ્કૂલમાં જ ભણવાનું હવે મોબાઇલ પર આવી ગયું છે. મોબાઇલ માં જ દરેક સ્કૂલનું વર્ક કરવાનું હોય છે તેથી મોબાઇલનો સંપૂર્ણ ઉપયોગ કરવા બાળકને ના આપવો લગભગ અશક્ય છે.
દરેક માતા પિતાના આ પ્રશ્નોનાં જવાબ આપતા ટેક્નોલોજીના માંધાતા ગણાતા બિલ ગેટ્સએ જણાવે છે કે તેઓએ પોતાના બાળકોને ૧૪ વર્ષની ઉમર સુધી મોબાઇલ ફોનનું ઉપયોગ કરવા દીધો ન હતો. હાં, તમને નવાઈ લાગશે કે ટેક્નોલોજીના ક્ષેત્રમાં જ હોવા છતા અને જાણવા છતા કે અત્યારે ટેક્નોલોજીનો જ યુગ છે છતાં પણ આમ કેમ કર્યું? તેમના બાળકો હાઇસ્કૂલમાં ગયા ત્યાં સુધી તેમની પાસે મોબાઇલ નહોતા. જો તમને લાગતું હોય કે બિલ ગેટ્સનું આ વલણ કઠણ છે તો તમે ૨૦૧૬માં પ્રસિધ્ધ થયેલી એક રિસર્ચ ‘કિડ્સ એન્ડ ટેક : ધ ઈવોલ્યૂશન ઑફ ટૂડેઝ ડિજિટલ નેટિવ્સ’ જરૂરથી વાંચી લેજો.
જો બાળકોને ૧૦.૩ વર્ષની સરેરાશ ઉમરે માતા પિતા તેમણે પ્રથમ સ્માર્ટફોન આપે છે. એ રિપોર્ટમાં એ પણ જણાવ્યુ છે કે ૫૦% બાળકોને ૧૧.૪ વર્ષની ઉમરે સોશિયલ મીડિયામાં એકટિવ હોય છે જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર એકાઉંટ ધરાવતા હોય છે.
મોબાઇલનો ઉપયોગ કરતાં એક વાત ખૂબ જ અગત્યની છે અને ખાસ ધ્યાન રાખવા જેવી એ છે કે તમારું બાળક તેની આરામ અને ઊંઘ સાથે કોઈપણ જાતની બાંધછોડ ના કરે એ ખાસ જોવાનું રહે છે. મોટા ભાગના માતા પિતા તેના બાળકને શું ના કરવું તે અંગે કશું કઈ કહેતા જ નથી અને તેનું પરિણામ સમય જતાં અચૂક થી બાળક અને માતા પિતાએ ભોગવવું પડે છે.