મંદિરે દર્શન કરી પરત આવે તે પહેલાં તસ્કરો રોકડ અને પિસ્તોલ ઉઠાવી ગયા
મુળી તાલુકાના લીયા ગામે સ્થાયી થયેલા ગાંધીનગરના ખેડુતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના નકુચા તોડી ૧૩ ગોળી સાથે પિસ્તોલ અને રોકડ મળી રૂ.૮૭ હજારની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગરના વતની અને લીયા ગામે ખેતી કામ કરતા રાજેશકુમાર વાલજીભાઇ ગોહેલના મકાનમાંઓથી તસ્કરો રોકડ અને પિસ્તોલ મળી રૂ.૮૭ હજારની મત્તા ચોરી ગયાની મુળી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
રાજેશકુમાર ગોહેલ ભત્રીજા યશ સાથે પૂનમ નિમિતે જામનગર નજીક ડાંગરા ગામે સ્વામી મંદિરે દર્શન કરવા ગયા હતા અને પરત આવ્યા તે દરમિયાન તસ્કરોએ દરવાજાના નકુચા તોડી સામાન વેર વિખેર કરી પિસ્તોલ, રોકડ અને ૧૩ ગોળી મળી રૂ.૮૭ હજારની મત્તાની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. એમ.એમ.ઠાકોરે તપાસ હાથધરી છે.