ત્રીપલ તલાક અને નિકાહ હલાલ ફંડામેન્ટલ રાઈટસ સાથે વિસંગત: કેન્દ્રનું સુપ્રીમમાં એફીડેવીટ
આજના સમય સાથે કદમથી ક્દમ ન મિલાવી શકે તેવા ધાર્મિક કે સામાજીક રિવાજો સમાજ માટે જોખમી નિવડે છે. સરકારે આધૂનિક સમય સાથે વિસંગત હોય એટલે કે જેન્ડર ઈકવીલીટી સાથે સંગત ન હોય તેવા ત્રીપલ તલાક, નિકાહ હલાલ, સહિતના રીવાજો સુધારવા વડી અદાલતમા ઘા નાખી છે.
સંવિધાન હેઠળ તમામને સમાન હક આપવામાં આવ્યો છે. ત્રીપલ તલાક દ્વારા મુસ્લીમ મહિલાઓનો આ હક છીનવી શકાય નહી તેવો દાવો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ મામલે વડી અદાલતમાં એફીડેવીટ કર્યું છે. અને મુસ્લીમ મહિલાઓને સમાન હક મળે તેવી અરજી કરી છે. અરજીમાં ત્રીપલ તલાક અને નિકાહ હલાલ ફંડામેન્ટલ રાઈટસ સાથે વિસંગત હોવાનું જણાવાયું હતુ.