બાકીના વિદ્યાર્થીઓ માટે ૨૦મીએ નિ:શુલ્ક મોક JEE ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા વિદ્યાર્થીઓને અનુરોધ
વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુકત થાય અને સારૂ પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશથી આત્મીય યુનિવર્સિટી દ્વારા ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓપન સૌરાષ્ટ્ર મોકJEE-૨૦૧૯ પરીક્ષાનું આયોજન તાજેતરમાં થયું હતું. આત્મીય યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલ આ મોક JEEપરીક્ષામાં સૌરાષ્ટ્રની વિવિધ સ્કૂલ અને કલાસમાં અભ્યાસ કરતા પંદરસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે JEEપરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.
આત્મીય યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ એન્જીનિયરીંગ ડીન ડો.જી.ડી.આચાર્યના જણાવ્યા પ્રમાણે કારકિર્દી નિર્માણના ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના અગત્યના તબકકે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગતો હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલ અને પોતાના માર્ગદર્શન સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેકટીસ પેપર લખતા હોય છે. આથી વિદ્યાર્થીઓને પ્રેકટીસ થાય અને ડર પણ નીકળી જાય એવા ઉદ્દેશથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું પૂજય ત્યાગવલ્લભ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે આત્મીય યુનિ. દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે યોજાયેલી આ ઓપન સૌરાષ્ટ્ર મોક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઓનલાઈન મોક પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ એનાલિસિસ ઉપલબ્ધ કરાવાયું હતું. જેથી વિદ્યાર્થીઓને પોતાની ભુલથી જાણકારી મળી રહે. વિવિધ પ્રશ્નોને ઉકેલવાની રીત અંગે નિષ્ણાંત અધ્યાપકો દ્વારા સચોટ અને તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન અંગે વિદ્યાર્થીઓએ આનંદ અને સંતોષની લાગણી વ્યકત કરી હતી.
આ પરીક્ષા આપવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ https://bit/2BOjVfmલિંક પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.