• રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય
  • રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી.જેમાં  જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન, સદસ્ય,  જિલ્લા વિકાસ અધિકારી  ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાના જામ કંડોરણાના આચવડ ગામના અગ્નિવીર સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ નાસિક ખાતે ફરજ દરમ્યાન શહીદ થયેલ છે તેને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.શહીદ પરિવારને સ્વભંડોળમાંથી એક લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઊપરાંત વીરનગરના તલાટી મંત્રીનું નોકરી દરમિયાન અવસાન થયેલ હતું તેના માતા-પિતાને 14 લાખ 50 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયતના 37 સભ્યોમાંથી માત્ર વિપક્ષના બે જ સભ્યોએ આઠ પ્રશ્નો રજૂ હતા. વિપક્ષ દ્વારા વરસાદને લઈને ખેડૂતોના નુકસાનના સર્વેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા સર્વેનો પ્રશ્ન કરતા પ્રમુખે કહ્યું હતું કે, વિપક્ષ માત્ર  સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રશ્નો ઉઠાવે છે અગાઉ ક્યારેય પ્રશ્નો લઈને આવતા નથી.

જિલ્લા પંચાયત મદદ અને વિકાસ ફંડ માટે ફંડની સ્થાપના કરવામાં આવે અને સેવાભાવી સંસ્થા, ઔદ્યોગિક સંસ્થા તથા દાતાઓને નિયમો અનુસાર બેંકના એકાઉન્ટ નિભાવવાના રહેશે આ ઠરાવને વિકાસ કમિશનરશ્રીને મંજૂરી અર્થે ગાંધીનગર મોકલી આપેલ છે. જિલ્લા પંચાયત પ્રમુખને હોદ્દાની રુહે સરકારની જોગવાઈ મુજબ મળવાપાત્ર માનદવેતન પ્રમુખ દ્વારા ફંડમાં આપવામાં આવ્યું.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં દીકરીના જન્મ સમયે માતાને એક કિલો ગીર ગાયનું ઘી, કપડા અને દવાની કીટ માટે 4000ની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.જનજાતિના દીકરા દીકરી માટે શિક્ષણ માટે દર વર્ષે રૂ.5000ની સહાય આપવામાં આવશે. જળસંચય જન ભાગીદારી અભિયાન હેઠળ તમામ સદસ્ય દીઠ બે જળ સંચયના કામો કરવામાં આવશે જળસંચયના કામો માટે રૂ.60000 ની સહાય આપવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ સાત ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાત રાજ્યના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લઇ વિકાસની રાજનીતિનો એક યુગ શરૂ કર્યો હતો. આ યાત્રાને તાજેતરમાં 23 વર્ષ પૂર્ણ થયા છે તે બદલ મ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કર્યો હતો . કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા સુરતથી જળસંચય જન ભાગીદારી જન આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાનો 10% નાણાપંચના હેતુફેર કરવા માટે કુલ નવ કામો કરવામાં આવશે. વર્ષ 2018 19 થી વર્ષ 2023 24 સુધીના કામો વિલંબ પૂર્ણ થયેલ છે તે કામોની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ વર્ષ 2024 25 માં 10 લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.