પેસેન્જરોને સામાન્ય ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા: જાનહાની ટળી

ખંભાળીયા નજીક પોરબંદર હાઇવે પર એસ.ટી. બસ પલટી ખાઇ જતાં ૪૬ જેટલા પેસેન્જરોને સામાન્ય ઇજા તથા પાંચ પેસેન્જરોને વધુ ઇજા થતાં સારવાર અર્થે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ખંભાળીયા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.બી. જાડેજા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંભાળીયા બસ સ્ટેન્ડથી ઉપડેલી ખંભાળીયા જુનાગઢ રુટની જીજે ૧૮ ઝેડ ૦૪૦૬ નંબરની એસટી બસ ખંભાળીયા નજીક ભાણવર પાટીયા પાસે પલટી ખાઇ જતા ૪૬ જેટલા પેસેન્જરોને સામાન્ય ઇજા તથા પાંચ પેસેન્જરોને વધુ ઇજા થઇ હતી.

વધુ વિગત મુજબ બસ ભાગવર પાટીયા નજીક ગંગા જમના હોટલ પાસે પહોચી ત્યારે ઝાંકળ જેવું વાતાવરણ હોય અને સામે અચાનક ઢોર આડુ ઉતારી આવતા ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી.

આ ઘટનાની ખંભાળીયા પોલીસ મથકમાં જાણ થતાં જ પીએસઆઇ એ.બી. જાડેજા સહીતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત પેસેન્જરોને હોસ્પિટલ ખસેડવાની જહેમત હાથ ધરી હતી જેમાં બે બાળકો, બે પુરુષો અને એક મહીલાને વધુ ઇજા થતાં તેમને આરવાર અર્થે જામનગર હોસ્૫િટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.